તુષાર કપૂરને નેપોટિઝમનો લાભ મળ્યો નથી:એક્ટરે કહ્યું, 'કેટલાક લોકો આગળ વધતો અટકાવવા માગે છે, દરેક વખતે નવા વિદ્યાર્થીની જેમ પરીક્ષા આપવી પડતી હતી' - At This Time

તુષાર કપૂરને નેપોટિઝમનો લાભ મળ્યો નથી:એક્ટરે કહ્યું, ‘કેટલાક લોકો આગળ વધતો અટકાવવા માગે છે, દરેક વખતે નવા વિદ્યાર્થીની જેમ પરીક્ષા આપવી પડતી હતી’


દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રનો પુત્ર અને એકતા કપૂરનો ભાઈ હોવા છતાં તુષાર કપૂરને ઘણી વખત રિજેક્શનનો સામનો કરવો પડ્યો છે. તુષાર કપૂરને નેપોટિઝમ એટલે કે ભાઈ-ભત્રીજાવાદનો લાભ મળ્યો નથી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન તુષારે કહ્યું હતું કે, 'લોકો ફિલ્મી પરિવારના ફાયદા વિશે વાત કરે છે, પરંતુ ગેરફાયદા વિશે નહીં. તેમણે કહ્યું કે કેટલાક લોકો નીચે ખેંચવા માંગે છે. દર વખતે, કોઈપણ નવા વિદ્યાર્થીની જેમ, મારે વારંવાર પરીક્ષાઓ આપવી પડતી હતી.' ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન તુષાર કપૂરે પોતાના કરિયર વિશે વાત કરી હતી. તેણે કહ્યું, 'હું ફિલ્મી પરિવારમાંથી છું, મારી પાસે બધું છે. પરંતુ, હું એવા કલાકારોમાંનો એક છું જેને સૌથી વધુ વખત રિજેક્ટ કરવામાં આવ્યો છે. દરેક વખતે મારે મારી જાતને સાબિત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે.' 'કેટલાક લોકો ંમને નીચે ખેંચવા માંગે છે. દર વખતે, કોઈપણ નવા વિદ્યાર્થીની જેમ, મારે વારંવાર પરીક્ષાઓ આપવી પડતી હતી. હું તેની સામે લડવા તૈયાર છું, કારણ કે તે મને હંમેશા સજાગ રાખે છે. સદભાગ્યે મારી પાસે એવા પ્રેક્ષકો છે જે મને જ્જ કરતા નથી' તુષાર કપૂરે આગળ કહ્યું, 'મારો એક પુત્ર છે જે મારો સ્ટ્રેસ બસ્ટર છે. હું તેની સાથે સકારાત્મક અને ધ્યાન કેન્દ્રિત કરું છું. હું મારા જીવનને એ જ દિશામાં જોઉં છું. હું બૌદ્ધ ધર્મમાં માનું છું અને ફિટનેસ પ્રત્યે સભાન છું. આ બધી બાબતો મને પ્રોત્સાહિત કરે છે. હું માનું છું કે,અંતમાં ચોક્કસપણે પ્રકાશ છે. ઉતાર-ચઢાવ જરૂરી છે, નહીં તો જીવન કંટાળાજનક બની જશે.' વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તુષાર કપૂરે OTT પર વેબ સિરીઝ 'દસ જૂન કી રાત' સાથે ડેબ્યૂ કર્યું છે. તબરેઝ ખાનના નિર્દેશનમાં બનેલી આ સિરીઝમાં તુષાર કપૂર ઉપરાંત પ્રિયંકા ચહર ચૌધરી, શાન ગ્રોવર, લીના શર્માની મહત્તવની ભૂમિકાઓ છે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.