આરોહણ પ્રોજેક્ટ-lll અંતર્ગત કનેસરા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામા આવી - At This Time

આરોહણ પ્રોજેક્ટ-lll અંતર્ગત કનેસરા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામા આવી


પર્યાવરણ એટલે આપણી આસપાસ રહેલું આવરણ જેમા જિવ-જંતુ, વૃક્ષો, વનસ્પતિ, જળ, જંગલ, પ્રાણી, પંખી, વગેરે નો સમાવેશ થાય છે જેનું આપણામાં સામાન્ય જ્ઞાન હોય છે પણ અપ્રવા એનર્જીના આર્થિક સહયોગથી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના અમલીકરણથી ચાલી રહેલ આરોહણ પ્રોજેક્ટ-III અંતર્ગત કનેસરા ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમમાં ગામનાં બાળકો, યુવાનો, બહેનો સાથે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષોનું મહત્વ, જિવાતા જીવનમાં વૃક્ષોની ઉપયોગિતા, પૃથ્વી, જમીન, જળ, જંગલ, જન, જાનવરનું જૈવ વિવિધતાનું મહત્વ, પૃથ્વી પરના પ્રદૂષણ જેવા કે વાયુ, પ્લાસ્ટિક પ્રદૂષણ, વરસાદની અનિયમિતતા, તાપમાન, ક્લાઈમેન્ટ ચેન્જ વિશે માહિતગાર કરાયાં હતા. આ સાથે લોકોને પાંચ વૃક્ષો પ્રતિકાત્મક રૂપે અર્પણ કરી જીવનમાં વૃક્ષ ઉછેર કરવા માટે સંકલ્પ લેવડાવાયો હતો. આ કાર્યક્રમમાં અભિષેકભાઈ, આર. એસ. સાકળિયા, એમ.બી.સોલંકી, એ.આર. સરવૈયા,વી.સી.વાટુકિયા, રમેશભાઈ કુકડિયા, યોગેશભાઈ જાની સહિતના હાજર રહી ઉપરોક્ત મુદ્દાઓ પર વિશે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.