તપાસ: મહુવાની જિનિંગ મિલમાં પેટ્રોલ છાંટી કર્મી.નો આત્મહત્યાનો પ્રયાસ - At This Time

તપાસ: મહુવાની જિનિંગ મિલમાં પેટ્રોલ છાંટી કર્મી.નો આત્મહત્યાનો પ્રયાસ


તપાસ: મહુવાની જિનિંગ મિલમાં પેટ્રોલ છાંટી કર્મી.નો આત્મહત્યાનો પ્રયાસ

જિનિંગ મિલમાં 20 વર્ષથી વજન કાંટા પર ફરજ બજાવનારા કર્મચારીનો જીવ ટુંકાવવાનો પ્રયાસ

દાઝી ગયેલા કર્મચારીને ભાવનગર સર ટી હોસ્પિટલમાં લવાયા

મહુવા ખાતે આવેલી વડલી જીનિંગ મીલમાં નોકરી કરતા એક કર્મચારીએ આજે શરીર પર પેટ્રોલ ચાંટી દિવાસળી ચાંપી દેતા આ બનાવના પગલે ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા કર્મચારીને સારવાર માટે પહેલા મહુવાની હનુમંત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલ ગંભીર જણાંતા તેમને પરિવારના સભ્યો વધુ સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લાવ્યા હતા.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આશા કોટન મીલમાં પ્રવીણભાઇ જોષી (ઉ.વ.55) છેલ્લા 20 વર્ષથી નોકરી કરે છે અને તેમની ડ્યુટી વજન કાંટા પર હોય છે. આજે સવારે પ્રવીણભાઇ સવારે કંપનીમાં નોકરી પર આવ્યા હતા અને તેમણે અચાનક જ પોતાના શરીર પર પેટ્રોલ રેડી દિવાસળી પાંચી દેતા તેઓ આગની લપેટમાં આવી ગયા હતા. બનાવની જાણ થતાં કંપનીમાં હાજર લોકોમાં પણ ભારે ભય ફેલાયો હતો અને તેમને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યાં હતા જો કે, તે પહેલા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
મહુવાના વડલી ખાતે જીનીંગ મીલમાં બનેલી આ ઘટના બાદ આત્મહત્યાનો પ્રયાસ કરનારાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, પ્રવીણભાઇ જોષીનું પરિવાર વેલસેટ છે. તેમને બે દિકરા અને એક દિકરી છે. દિકરા દિકરીના લગ્ન થઈ ગયેલા છે તો એક દિકરાના લગ્ન બાકી છે. પ્રવીણભાઇ છેલ્લા કેટલાક દિવસથી કોઇ કારણસર ટેન્શનમાં હતા અને તેના કારણે તેમણે આ પગલુ ભર્યું હોવાનું જણાઇ રહ્યું છે. મહિવા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.