શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 ના SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ)બાળકો ની બોટાદ મહિલા પોલીસ સ્ટેશન અને બોટાદ નગરની સુંદરતા વધારતા પ્રેરક ચિત્ર ની મુલાકાત - At This Time

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 ના SPC (સ્ટુડન્ટ પોલીસ કેડેટ)બાળકો ની બોટાદ મહિલા પોલીસ સ્ટેશન અને બોટાદ નગરની સુંદરતા વધારતા પ્રેરક ચિત્ર ની મુલાકાત


(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નંબર 25 માં સરકાર દ્વારા ચાલતો પ્રોજેક્ટ સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના બાળકોએ બોટાદ નગરપાલિકા દ્વારા નગરમાં જુદા જુદા સ્થળે પ્રેરક ચિત્રો જેવા કે સાંસ્કૃતિક ધરોહર,વિવિધ મહાનુભાવો તેમજ સ્વચ્છતાને લાગતા પ્રેરણાદાયી ચિત્રો નિહાળ્યા હતા. તેમજ ચિત્રો દોરતા કલાકારો સાથે ચર્ચા કરી બાળકોએ વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ બાળકોએ બોટાદ મહિલા પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી, ત્યાં રીંકલબેન મકવાણા તરફથી બાળકોને મહિલા પોલીસ સ્ટેશનની જુદી જુદી કામગીરીથી બાળકોને વાકેફ કર્યા હતા, આ મુલાકાત માટે બોટાદ સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના કોર્ડીનેટર હિરલબેન ઝાંઝરૂકિયા અને શાળાના શિક્ષક અરવિંદભાઈ કોરપણા જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય હરેશભાઈ ભોજક ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.