પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારો સહિત ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને બનાવી વધુ વેગવાન - At This Time

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારો સહિત ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને બનાવી વધુ વેગવાન


પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદ શહેરી વિસ્તારો સહિત ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને બનાવી વધુ વેગવાન

પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે.તેમજ નદી વિસ્તારમાંથી પ્લાસ્ટિક દુર કરવાની સાથે જાહેર માર્ગો પર આવેલ ડિવાઇડરો પાણીથી સાફ કરવામાં આવી રહયાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ શહેરીની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો દ્વારા સફાઇની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જે અન્વયે ગઢડા નગરપાલિકાની સફાઇની ટીમ દ્વારા હડદડ રોડ પરની સફાઇ, બરવાળા નગરપાલિકાની ટીમ દ્વારા પાળીયાદ રોડ,સર્કિટ હાઉસ પાસેની સફાઇ કરવાની સાથે બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદારશ્રી તથા ચીફ ઓફીસરશ્રીના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી તથા સ્ટાફ મારફત સતત મોનીંટરીગ કરી કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ હાલમાં બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટરશ્રીશ્રો નાઇટ ડ્રાઇવ કરી કચરો ફેકનાર કે ગંદકી કરનાર ઇસમોને પકડી કાર્યવાહી કરી રહ્યાં છે. તેમ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી,બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે

Report,Nikunj Chauhan
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.