જિલ્લા પોલીસ વડા દ્વારા બહાઉદીન કોલેજ ખાતે e FIR વિશે માહિતી અપાઈ - At This Time

જિલ્લા પોલીસ વડા દ્વારા બહાઉદીન કોલેજ ખાતે e FIR વિશે માહિતી અપાઈ


સામન્ય રીતે લોકોને જ્યારે પોતાના વાહનની ચોરી થાય કે મોબાઈલ ફોનની ચોરી થાય ત્યારે પોલીસ સ્ટેશન ખાતે અવાર નવાર જવાનું થાય છે અને અગવડતા પડે છે. ગુજરાત સરકાર દ્વારા લોકોની સુવિધા માટે પોતાના પર્સનલ મોબાઈલ ફોન આધારે પોતાના મોબાઈલ ફોનની ચોરી કે વાહનની ચોરી બાબતની ફરીયાદ પોલીસ સ્ટેશન ગયા વગર નોંધાવી શકે, તે માટે e FIR નામની એપ્લિકેશન લોન્ચ કરવાનું નક્કી કરવામાં આવેલ. જે બાબતે 23.07.2022 ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવીની હાજરીમાં ગુજરાત પોલીસના e-FIR પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવેલ હતું આ e FIR એપ્લિકેશન દ્વારા લોકો પોતાની ફરિયાદ મોબાઈલ ફોન દ્વારા નોંધાવી શકશે અને પોતાની ફરિયાદ આધારે શું કાર્યવાહી થઈ એ બાબતની જાણકારી વખતો વખત પોતાના મોબાઈલ ફોન ઉપર મેળવી શકશે અને પોતે નોંધાવેલ ફરિયાદ સહિતની વિગત ડાઉનલોડ કરી શકશે. ઉપરાંત, સમયમર્યાદામાં નોંધાવેલ ફરિયાદ બાબતે પોલીસ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી, 21 દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવા સુધીની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે

જુનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી* દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના લોકોમાં e FIR બાબતે જાગૃતિ આવે અને લોકો આ એપ્લિકેશન નો વધુમાં વધુ ઉપયોગ કરે, લોકોને પોતાની મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ફરિયાદો કરવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ના ખાવા પડે અને પોતાને ઘેર બેઠા મોબાઈલ ના માધ્યમથી એપ્લિકેશન નો ઉપયોગ કરી, એફઆઇઆર નોંધાવી શકે, તે હેતુ થી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ આવે તે માટે સેમીનાર નું આયોજન કરી, માહિતી આપવા સૂચનાઓ કરવામાં આવેલ છે
_જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ સેમીનાર યોજવામાં આવેલ હતો. આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાઉન હોલ ખાતે બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસર સહિતના આશરે 500 વ્યક્તિઓની હાજરીમાં જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીની અધ્યક્ષતામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર.પટેલ, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડીયા, વાયરલેસ પીએસઆઈ પ્રતીક મશરુ, સહિતના પોલીસ અધિકારીઓ કોલેજના પ્રોફેસર તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સેમિનારમાં સ્વાગત ઉદબોધન ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું. વાયરલેસ પીએસઆઈ પ્રતીક મશરૂ દ્વારા e FIR એપ્લિકેશન ના ઉપયોગ બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન આધારે સવિસ્તૃત માહિતી આપી, હાજર યુવાનોને *Citizen First એપ્લિકેશન લોન્ચ કરાવી, માહિતગાર કરવામાં આવેલ હતા. જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા e FIR ના ફાયદા અને તેના દ્વારા પોલીસ સેવાના હેતુ બાબતની જાણકારી આપવામાં આવેલ હતી. ઉપરાંત આજના સાંપ્રત સમયમાં તેની જરૂરિયાત અને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે મદદરૂપ થવા આહવાન કરવામાં આવેલ હતું. સાથેસાથે પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કોલેજના યુવાનો સાથે પ્રશ્નોતરી કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી તથા પાસ થવા માટેની ટીપ્સ, જીવનમાં શિસ્તનું મહત્વ, પોલીસની કામગીરી, વિગેરે મુદ્દાઓ બાબતે ચર્ચાઓ દ્વારા વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ એસપી શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે ચર્ચા કરીને ખૂબ જ રોમાંચિત થયા હતા અને e FIR તેમજ એ સિવાયની જાણકારી મેળવી, ધન્યતા અનુભવી હતી. એ ડિવિઝન પીઆઈ એમ.એમ.વાઢેર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ e FIR ની જાગૃતિ અંગેના સેમીનારનું સંચાલન જાણીતા એંકર હારુનભાઈ વિહળ દ્વારા કરવામાં આવેલ હતું. એકંદરે કાર્યક્રમ સેમીનાર સફળ રહ્યો હતો.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.