સરદાર પટેલની જન્મ જયંતીએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી રાજકોટની 9 ખાનગી સ્કૂલને ઇન્ચાર્જ DEOએ નોટિસ ફટકારી
31 ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની જાહેર રજા હોવા છતાં રાજકોટ શહેર-જિલ્લાની અમૂક ખાનગી સ્કૂલોએ શૈક્ષણિક કાર્ય ચાલુ રાખ્યું હતું. જેથી વિદ્યાર્થી કાર્યકરોએ રેડ પાડી શૈક્ષણિક કાર્ય બંધ કરાવ્યું હતું. ત્યારે આવી 9 ખાનગી સ્કૂલોને ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.