પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા ખાતે કુટુંબ નિયોજનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા ખાતે તા ૦૫/૦૯/૨૦૨૪ ના રોજ સ્ત્રી નસબંધીના કુટુંબ નિયોજન ના ઓપરેશનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત ડો અરવિંદકુમાર શર્મા સાહેબ દ્વારા કુટુંબ નિયોજન ના ૧૧ લાભાર્થીના ઓપરેશન કરવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવામાં મેડિકલ ઓફિસર ડો આશિષકુમાર વેદાણીના માર્ગદર્શનમાં સ્ટાફ નર્સ નજમાબાનું શેખ અને વનરાજભાઈ રંગપરા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ, તેમજ ચાલુ વર્ષે પ્રા.આ.કેન્દ્ર તુરખા માં ૧૨૮ સ્ત્રી નસબંધી નાં સફળતા પૂર્વક ઓપરેશન ડો અરવિદકુમારા શર્મા અને ડો મુકેશ સિંહ દ્વારા કરવામાં આવેલ છે, દર ગુરુવારે કેમ્પ યોજાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.