જંગલેશ્વરમાંથી વિદેશી દારૂની 18 બોટલ સાથે ઝડપાયો
જંગલેશ્વરની મહાત્મા ગાંધી સોસાયટીમાંથી વિદેશી દારૂની 18 બોટલ રૂા.9 હજારના મુદ્દામાલ સાથે ઈમીટેશનના ધંધાર્થીને પોલીસે દબોચી લીધો હતો. દરોડાની વિગત અનુસાર, ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અને કોન્સ્ટેબલ વિશાલભાઈ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે જંગલેશ્વર મહાત્મા ગાંધી સોસાયટી શેરી નં.1માં રહેતા રવિ મુળજી મકવાણાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાનની અંદરથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 18 બોટલ રૂા.9 હજારનો મુદામાલ કબ્જે કરી મકાનમાલિક રવિ ઉર્ફે રઘો મુળજી મકવાણા (ઉ.વ.31) (ધંધો ઈમીટેશન)ને દબોચી દારૂ કોની પાસેથી મંગાવેલો તે અંગે પુછપરછ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.