જસદણ ના જ્ઞાન વિજ્ઞાન કંઠસ્થ વૃંદાવન ગૌશાળા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ NSUI પાટીદાર સમાજના મોભી વલ્લભભાઈ બોદર નું નિધન થતા પવિત્ર આત્માને પાટીદાર અગ્રણી નરેશ ચોહલીયની ભાવાંજલિ - At This Time

જસદણ ના જ્ઞાન વિજ્ઞાન કંઠસ્થ વૃંદાવન ગૌશાળા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ NSUI પાટીદાર સમાજના મોભી વલ્લભભાઈ બોદર નું નિધન થતા પવિત્ર આત્માને પાટીદાર અગ્રણી નરેશ ચોહલીયની ભાવાંજલિ


(રોહિત ચૌહાણ દ્વારા)
જસદણ પંથકના જીવ દયા પ્રેમી સમાજસેવક અને તેઓની વિદેશમાં પણ નામના છે તેવા અદના કદ આદમી માયાળુ માનવી જ્ઞાન અને વિજ્ઞાન કંઠસ્થ એવા અણમોલ પાટીદાર સમાજનું રતન એવા મોભી વલ્લભભાઈ બોદરનું નિધન થતા ખૂબ જ દુઃખની લાગણી સાથે ભાવાંજલિ પાઠવતા પાટીદાર સમાજ ના અગ્રણી નરેશભાઈ ચોહલીયાએ જણાવ્યું હતું કે તાલુકાના જીવાપર ગામે જીવ દયા ટ્રસ્ટ નામની સ્થાપના કરી અને જગત માતા હિન્દુઓની પૂજનીય એવી ગૌ માતાની સેવા કાજે પોતે આખી જિંદગી નિશાવર કરી અને અનેક ઉધોગપતિઓ આગેવાનોની મદદથી જીવાપરથી આ ગૌશાળા જસદણ અને બાબરા વચ્ચે પ્રસ્થાપિત કરવામાં આવી જેનું નામ વૃંદાવન ગૌશાળા ખાનપર અને જસદણ વચ્ચે અડધી ગૌશાળા ખાનપરમાં અને અડધી જસદણમાં આ ઉપરાંત અનેક સામાજિક કાર્યો પટેલ સમાજના કાર્યો માં સદાય અગ્રેસર રહેતા તેમજ પોતે વિદેશ રહેતા હોવાથી પણ સતત અહીં આવી અને ગૌશાળામાં સેવા આપતા એવા વલ્લભભાઈ ઘુસાભાઈ બોદર ગૌલોક વાસ પહૉચી ગયા છે. તેવા પરમ આત્માને જગતજનની અંબાજીમાં શાંતિ અર્પે તેવી હૃદય પૂર્વક શ્રદ્ધાંજલિ. જસદણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ એબીપી એસએસના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નરૅશભાઇ છગનભાઇ ચૉહલીયા ઍ પાઠવી ને પવિત્ર આત્મા વલ્લભભાઈ બોદર નૅ કોટીકોટી વંદના કરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.