મોટાદડવા સી.આર. સી.ક્લસ્ટર નું ગૌરવ તેમજ મોટાદડવા હાયર સેકન્ડરી સ્કૂલ ના આચાર્ય જગદીશભાઈ ભંડેરી અને તમામ શાળા પરિવારનું ગૌરવ વધારતાં પૂર્વીબેન પ્રવીણભાઈ બાવળિયા એ 98.11 પી.આર સાથે મોટાદડવા ગામનું ગૌરવ તસવીર અહેવાલ બ્રિજેશ વેગડા દ્વારા…
મોટાદડવા ના વિદ્યાર્થીની પૂર્વીબેન પ્રવીણભાઈ બાવળિયા એ 98.11 પી.આર સાથે મોટાદડવા ગામનું ગૌરવ વધાર્યું..... સખત મહેનત નો કોઈ વિકલ્પ નથી હોતો એ સાર્થક કરતા કોળી પટેલ પરિવારના સામાન્ય મજૂરી કરી પિતાએ પોતાની લાડકવાય પુત્રી પૂર્વીબેન ને અથાગ મહેનત કરી ભણાવી અને એમનું પરિણામ પણ આનંદદાયક પ્રાપ્ત થતા ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો.મોટાદડવા ગામે વાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ અત્યંત ગરીબ પરિસ્થિતિ માં પાંચ પુત્રી એક પુત્ર નું જીવન ગુજારી રહ્યા છે.હાલના બજારો પર શિક્ષણ તેમજ મોંઘવારી સામે બાથ ભીડવી ખૂબ કઠિન હોઈ છે ત્યારે ધોરણ 12માં પૂર્વીબેન 98.11 પી.આર સાથે પાસ થયા પરંતુ કોઈ ટયુશન કે કોઈ માર્ગદર્શક વગર પોતાની મહેનત અને પોતાનો અથાગ પરિક્ષમ કામયાબ તરફ લઈ ગયો પૂર્વીબેન કહે છે.અમારી વાડી થી 2 કિલોમીટર ચાલતા સ્કૂલ સુધી જતી આવતી હતી સાથો સાથ વાડી ના કામ ઘરના તમામ કામ કરીને અભ્યાસ કર્યો છે.પરંતુ મે જે તૈયારી કરી એ મન દઈને તેમજ ઘરના વાતાવરણ ને ધ્યાનમાં રાખી કરી હતી.અભયાસમાં ઓછા ખર્ચે સાથે પૂર્વીબેન સફળ થયા છે.જો કે પૂર્વીબેન ધોરણ 1 થી 12 સુધી નંબર 1 સાથે જ પાસ થયા છે.પછી ધોરણ 10 હોઈ કે ધોરણ 12 બધામાં પ્રથમ ક્રમે આવી ભણવામાં ખૂબ જ હોંશિયાર તેમજ યાદશક્તિ પણ સારી ,વહેલી સવારના વહેલા ઉઠી ને ખૂબ અભ્યાસ કર્યો મોટાદડવા હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકોના માર્ગદર્શન તેમજ સી.આર.સી કૉ. ઓડીનેટર થકી પણ ખૂબ સરળતા પ્રાપ્ત થઈ છે.હવે એક સપનું છે.આગળ સી.એ.બની ભવિષ્ય બનાવું છે.પરંતુ થોડી સ્થિતિ ને ધ્યાનમાં રાખી પિતા પર ભારરૂપ ન બને તે અર્થે પાંચ બહેનો એક ભાઈ એમની પણ જવાબદારી હોય ત્યારે પૂર્વીબેન આગળ સી.એ બની પશ્ચિમ ને પૂર્વ તરફ ફેરવી દેશે જો કે અહીં માતા પ્રભાબેન પિતા પ્રવીણભાઈ પુત્રી પૂર્વી આમ ત્રણ 'પ' ને ગમે ત્યાંથી પસાર થતા રોકી શકે તેમ નથી અહીં સાદા મકાનમાં વાડી વિસ્તાર માંથી સામાન્ય પરિવાર મજૂરી કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરતી પુત્રી પૂર્વી અને તેમનો પરિવાર ખરેખર વિશ્વ પરિવાર દિવસ માં નજરે પડે છે.તસવીર બ્રિજેશ વેગડા
9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.