તાંત્રીક વિધીના બહાને ફરીયાદી પાસેથી છેતરપિંડી કરનાર ઇસમને ઝડપી કુલ કિ.રૂ. ૨૭,૦૦,૫૦૦/- નો મુલ્લામાલ રીકવર કરી ગાંભોઇ પો.સ્ટે. ના ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
અત્રેની એલ.સી.બી. શાખા ખાતે અરજદારશ્રી મનહરસિંહ કેશાજી ચૌહાણ રહે.રામપુર(ગાંભોઇ) તા. હિંમતનગર જી.સાબરકાંઠા નાઓએ જણાવેલ કે મારી સાથે હાથીવાળા કોઈ અજાણ્યા બાવાઓએ ગાંભોઈ પો.સ્ટે.વિસ્તારના હાથરોલ ગામ તથા માનપુર તથા હમીરગઢ મુકામે અલગ અલગ તારીખોમાં ફરિયાદીને તેમના ઘરમાં દેવી દેવતાનો પ્રકોપ હોય જેથી ઘરના માણસો મરણ પામશે જે અટકાવવા સારૂ તાંત્રીક વિધી કરવી પડશે તેમ કહી અવારનવાર મારી પાસેથી ત્રીસેક લાખ જેટલાં રૂપિયા કઢાવી લીધેલ હોય જે બાબતે અરજદારશ્રીએ ગાંભોઈ પો.સ્ટે. એ પાર્ટ- ૧૧૨૦૯૦૧૪૨૪૦૫૯૭/૨૦૨૪ બી.એન.એસ ક. ૩૧૬(૨), ૩૦૮(૨), ૫૪ તથા જાદુઈ તાંત્રિક વિધી અધિનીયમ ૧૯૫૪ની કલમ ૭ મુજબની ફરિયાદ દાખલ કરાવેલ
ઉપરોક્ત ગુન્હાનો ભેદ ઉકેલવા સારૂ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ,
ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ, સાહેબ સાબરકાંઠા નાઓની સુચના આધારે
પો.ઈન્સ. શ્રી એસ.એન.કરંગીયા એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઈ. શ્રી ડી.સી.પરમાર તથા
એલ.સી.બી. સ્ટાફની ટીમ બનાવેલ.
ઉપરોક્ત ટીમ ધ્વારા ગુન્હાની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ કે, "ઉપરોક્ત ફરિયાદી સાથે તાંત્રીક વિધીના બહાને રૂપિયા પરેશકુમાર મનુભાઈ પરમાર તથા એેશનાથ તુલસીનાથ મદારી બન્ને રહે.કોઠબા તા.લુણાવાડા જી.મહિસાગરનાઓએ પડાવેલ છે." જેથી તે બન્ને ઇસમોની તપાસ કરતાં રમેશનાથ તુલસીનાથ મદારી મળી આવેલ અને પરેશકુમાર મનુભાઈ પરમારનો મળી આવેલ નહી જેથી મળી આવેલ તે રમેશનાથ મદારીની ઉપરોક્ત ગુન્હા બાબતે પુછપરછ કરતાં સદર ઇસમે જણાવેલ કે, "પરેશકુમાર મનુભાઈ પરમાર તથા તેની સાથે બીજા કોઈ માણસો બાવાના વેશમાં નિકળી માણસોને વિશ્વાસમાં લઇ કોઇના કોઇ બહાને માણસો પાસેથી રૂપિયા કઢાવતા જેમાં પંદરેક દિવસ ઉપર આ પરેશકુમાર મનુભાઈ પરમારનાએ વાત કરેલ કે હિંમતનગર બાજુના એક કાકા તથા તેમના દિકરાને તેમના ઘરમાં દેવી દેવતાનો પ્રકોપ હોય જેથી ઘરના માણસો મરણ પામશે જે અટકાવવા સારૂ તાંત્રીક વિધી કરવી પડશે તેમ કહી વિશ્વાસમાં લીધેલ છે અને તેઓ પાસેથી મે અગાઉ ગાંભોઈની આજુબાજુના વિસ્તારમાં રૂપિયા લીધેલ છે અને તેઓને વિધી કરવા માટે ફરીથી બીજા રૂપિયા લઇ લુણાવાડા નજીક બોલાવેલ છે જેથી રાત્રીના સમયે પરેશકુમાર બાઇક લઇ આવેલ અને તેને આ કાકાને ફોન કરી બોલાવેલ હોય તે જગ્યા નજીક લઇ જઈ મને રૂપિયા લેવા મોકલતો જેથી તે કાકા તથા બીજો એક ઇસમ બોલેરો ગાડી લઈ આવતાં તેઓની પાસેથી અલગ અલગ જગ્યાએ બે વખત રૂ.૧૪,૭૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૯,૪૦,૦૦૦/- મે લીધેલા અને તે રૂપિયામાંથી પરેશકુમાર પરમારે આશરે રૂપિયા બે લાખ જેટલાં કાઢીને બાકીના રૂપિયા મને રાખવા માટે આપેલ તે રૂપિયા મારા ઘરે રાખેલ છે. અને આ પરેશકુમાર મને તેની સાથે જવા બદલ રૂપિયા એક -લાખ આપવાની વાત કરેલ હતી.” જેથી સદરી રમેશનાથ તુલસીનાથ મદારી નાઓની પાસેથી રોકડ રકમ રૂ.૫૦૦/- 11
દરની ચલણી નોટોના બંડલ નંગ-૫૪ જે કુલ રોકડ રકમ રૂ.૨૭,૦૦,૦૦૦/- તથા વિવો કંપનીનો મોબાઇલ ફોન
કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૨૭,૦૦,૫૦૦/- નો મુલ્લામાલ રીકવર કરી ઉપરોક્ત ગુન્હાના કામે સદર આરોપી
રમેશનાથ તુલસીનાથ મદારી નાઓને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ક. ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી વધુ તપાસ અર્થે
ગાંભોઈ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
• રમેશનાથ તુલસીનાથ સમજુનાથ મદારી ઉ.વ.૨૬ રહે.કોઠબા જનતા કોલોની મદારીવાસ તા.લુણાવાડા
જી.મહિસાગર
પકડવાના બાકી આરોપી
• પરેશકુમાર મનુભાઈ પરમાર રહે. કોઠબા જનતા કોલોની મદારીવાસ તા.લુણાવાડા જી.મહિસાગર
રિપોર્ટર હસન અલી સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.