પ્રભાસ પાટણ નગરપાલિકા ખાતે સેવાસેતુનો લાભ લેતા નાગરિકો - At This Time

પ્રભાસ પાટણ નગરપાલિકા ખાતે સેવાસેતુનો લાભ લેતા નાગરિકો —————-


પ્રભાસ પાટણ નગરપાલિકા ખાતે સેવાસેતુનો લાભ લેતા નાગરિકો
----------------
૧૮૬૩ અરજીઓનો હકારાત્મક નિકાલ કરી સેવાસેતુને સાર્થક કર્યો
----------------
ગીર સોમનાથ, તા.૦પ: રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનો લાભ નાગરિકોને સરળતાથી ઘરઆંગણે મળી રહે તેવા પારદર્શી અભિગમ સાથે રાજ્યવ્યાપી ૧૦માં તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા વેરાવળ-પાટણ શહેરી વિસ્તારનો દસમો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ૬૬૧ રાશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસી, ૩૦૨ સાતબાર/આઠ-અના ઉતારા પ્રમાણપત્ર, ૧૮૩ રાશનકાર્ડમાં નામ દાખલ કરવું, ૧૪૫ બસ કન્સેશન પાસ, ૭૦ જન્મમરણના પ્રમાણપત્ર, ૭૭ આવકના દાખલા, ૩૧ આઈસીડીએસ બાળકોના આધારકાર્ડ, ૧૭ પ્રોપર્ટી ટેક્સ, ૧૫ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ૭ ઘરેલું નવા વીજ જોડાણની અરજીઓ, ૬ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, ૫ વિધવા સહાય, ૩ પ્રધાનમંત્રી જીવન જ્યોતી યોજના, ૨ અટલ પેન્શન, ૨ કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના જેવી વિવિધ યોજનાઓના ૧૮૬૩ જેટલી અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ સેવાસેતુ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા. અગ્રણીઓ જયદેવભાઈ જાની, સુભાષભાઈ વૈયાટા સહિત વેરાવળ-પાટણ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.