અમદાવાદ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સોશિયલ મીડીયા દિવસ નિમીતે મેરેથોન પરિસંવાદ સેમિનારનું આયોજન કરાયુ - At This Time

અમદાવાદ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સોશિયલ મીડીયા દિવસ નિમીતે મેરેથોન પરિસંવાદ સેમિનારનું આયોજન કરાયુ


અમદાવાદ ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સોશિયલ મીડીયા દિવસ નિમીતે મેરેથોન પરિસંવાદ સેમિનારનું આયોજન કરાયુપહેલીવાર જ સાહિત્ય અને સમૂહ માધ્યમો અંતર્ગત સેમિનાર યોજાતા વર્લ્ડ રેકોર્ડ બુકમાં પરિસંવાદની નોંધ લઈ સર્ટિફિકેટ એનાયત કરાયુગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા કુમારપાળ દેસાઈ દ્વારા 38 વર્ષ પહેલા સાહિત્ય અને પત્રકારીત્વ ઉપર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધતો જાય છે અને વિશ્વ દ્વારા વિશ્વ સોશિયલ મીડિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત સાહિત્ય પરિસદના હોદેદારો સદસ્યોને સાહિત્ય અને સમૂહ માધ્યમો અંતર્ગત સેમિનાર કરવાનો વિચાર આવ્યો હતો આથી ગુજરાત સાહિત્ય પરિસદ દ્વારા આઠ કલાકના સેમિનાર કરવાનું વિચાર આવતા તારીખ 30 જુનના રોજ ગુજરાત સાહિત્ય પરિસદના હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ આ સેમિનારનું આયોજન પ્રમુખ હર્ષદ ત્રિવેદી સમીર ભટ હેમાંગ રાવલ હાર્દિ ભટ દ્વારા કરવામાં આવતા સેમિનાર ચાર સેશનમાં યોજાયો હતો તેમાં દેવાંગ ભટ ઉત્સવ પરમાર કૃષ્ણકાંત ઉનડકટ દેવાંશી જોષી નિમિત્ત મોદી સહિત 28 જેટલા તજજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત ભાવકોને સાહિત્ય અને સમૂહ માધ્યમો અંતર્ગત માહિતી આપવામાં આવી હતી સમાપન વ્યક્તવ્ય અજય ઉમટ આપવામાં આવ્યું હતું સાથે પ્રથમવાર સાહિત્ય અને સમૂહ માધ્યમો અંતર્ગત સતત આઠ કલાકના સેમિનારનું આયોજન કરવામાં આવતા વર્લ્ડ રેકોર્ડ થઈ હતો આ બાબતનું ધ્યાન વર્લ્ડ રેકોર્ડ સર્ટી આપતી ટીમને થતા ટિમ દ્વારા સતત આઠ કલાક સેમિનારનું મોનીટરીંગ કરી પ્રથમવાર બીજો વર્લ્ડ રેકોર્ડ કરી વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ ગુજરાતીમાં ગુજરાત સાહિત્ય પરિષદ ટીમને અર્પણ કરવામાં આવ્યું હતું સેમિનારમાં સુંદર મજાનું આયોજન અંતર્ગત ચાપાણી નાસ્તો સુરુચી ભોજનનું આયોજન હેમાંગ રાવલ અને હાર્દિ ભટ સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ રાષ્ટ્રીય પ્રમુખ નિલેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતું

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.