શાખપુરમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ
શાખપુરમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ
દામનગર શાખપુરમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચશ્મા વિતરણ શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માં દૃષ્ટિખામીની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. જે અંતર્ગત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર શાળા શાખપુર ખાતે દૃષ્ટિખામી ની તપાસ માટે કેમ્પનું આયોજન કરી તમામ વિદ્યાર્થીઓની આંખની તપાસ કરવામાં આવેલ હતી. તેમજ નાની વયમાં દૃષ્ટીખામીના નિવારણ માટે માર્ગદર્શન આપેલ હતું. ઉપરાંત, ચશ્માની જરૂરિયાત વાળા ૫૫ વિદ્યાર્થીઓની વિગત નોંધી વિનામૂલ્યે ચશ્મા બનાવી આપવામાં આવેલ છે.
લાઠીના ડો. આર. આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ આર.બી.એસ.કે. વિભાગના નોડલ ઓફિસર ડો. હરિવદન પરમાર, ચંદ્રેશ બલદાણીયા, શાળાના આચાર્યશ્રી સુનીલકુમાર ગોયાણી, શાળાના શિક્ષકો પાર્થ તેરૈયા, યાસીનભાઈ અગવાન, મેઘાબેન પારેખ અને તમામ સ્ટાફ દ્વારા ખૂબ જેહમત ઊઠાવી આ કાર્યક્રમને સફળ થયો છે. તેમજ વધુમાં વધુ ચશ્માની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ અંતર્ગત તપાસ અને સારવાર કરાવે એવી લાઠી આરોગ્ય વિભાગ એ અપીલ કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.