બાલાસિનોર પોલીસ સ્ટેશનના કર્મીઓ ની પ્રશંસનીય કામગીરી
ગઇ તા.૧૩/૧૦/૨૦૨૨ નાં રોજ બાલાસિનોર મેઇન બજારમાં લુહારવાડાના નાકા આગળ આવેલ ગણેશ જવેલર્સનામનીઊ દુકાનનું શટલ તોડી ચાંદીના દાગીના (વીટીઓ)ઓ નંગ-૬૯ કિંમત રૂપિયા ૯૫૦૦/ની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ નાસી જઇ ગુનો કર્યા વિગેર મતલબની ફરીયાદ ફરીયાદીશ્રી ધ્રુમિલ કીરીટભાઇ સોની રહે. બાલાસિનોર પંચ હાટડીયા તા. બાલાસિનોર નાઓએ આપતા બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ નંબર ગુ.ર.ન ૧૧૧૮૭૦૦૨૨૨૦૭૨૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ચોરી બાલાસિનોર શહેર વિસ્તારમાં ચર્ચાસ્પદ બનેલ હોય જે બાબતે મહે.પોલીસ અધિક્ષક શ્રી મહીસાગર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી,લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ સુચના આપેલ હોય
જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એન.નિનામા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બાલાસિનોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ શ્રી આર.કે.ભવાડ તથા પો.સ.ઇ.શ્રી સી.કે.સિસોદીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગન્હાવાળી જગ્યાની તેમજ આજુબાજુની જગ્યાએ ટેકનીકલ સર્વેલન્સ આધારે તથા બતમીદાર રોકી ચોરી કરનાર ઇસમ બાબતે માહીતી મેળવવા તેમજ ગુનો શોધી કાઢવા જરૂરી પ્રયાસો ચાલુ કરવામાં આવેલ દરમ્યાન બાતમી હકીકત મળેલ કે તા.૧૩/૧૦/૨૦૨૨ રાત્રી દરમ્યાન ગણેશ જવેલર્સ નામની દુકાનનુ શટલ તોડી અંદરથી ચાંદીની વીંટી નંગન્ધ૯ કિમંત રૂપિયા ૯,૫૦૦/- ની ચોરી કરનાર (૧) ગિરવત ઉર્ફે મિથુન દશરથભાઇ મહેરા રહે રામાના મુવાડા તા બાલાસિનોર હાલ રહે પ્રેમચંદપુરા બાલાસિનોર તા.બાલાસિનોર જી.મહીસાગર તથા (૨) રાજેશ રસીકભાઇ વાઘેલા (દેવીપુજક) રહે.પ્રેમચંદપુરા બાલાસિનોર તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓએ કરેલ છે. જેથી તેઓ બંન્નેને પકડી પાડી પુછપરછ કરતાં બાલાસિનોર કડીયાવાડમાં આવેલ ગણેશ જવેલર્સમાંથી દુકાનનું શટલ તોડી અંદરથી ચાંદીની વીટીઓની ચોરી કરેલ હોવાની કબુલાત કરતાં આ ઇસમોને સાથે રાખી ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે તપાસ કરતાં આરોપી રાજેશ રસીકભાઇ વાઘેલા (દેવીપુજક)નાઓના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ખાડો ખોદી દાટો સંતાડી રાખેલ ચાંદીની વીટીઓ નંગ-૬ કિંમંત રૂપિયા ૯,૫૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીન નામ -
(૧) ગિરવતભાઇ ઉર્ફે મીથુન દશરથભાઇ મહેશ રહે.બાલાસિનોર પ્રેમચંદપુરા તા.બાલાસિનોર જી.મહીસાગર (૨) રાજેશ રસીકભાઇ વાઘેલા (દેવીપુજક) રહે.બાલાસિનોર પ્રેમચંદપુરા તા.બાલાસિનોર જી.મહીસાગર રોવર કરેલ છે. કામાસન
ચાંદીની વીંટીઓ નંગ – ૯ આશરે વજન ૧૫૦ ગ્રામ શ્રીમંત રૂપિયા ૯,૫૦૦-૮ નો મુદ્દામાલ
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી (૧) પો.ઇન્સ.શ્રી એ.એન.નિનામા તથા પો.સબ.ઇન્સ સી.કે.સીસોદીયા તથા પો.સબ.ઇન્સ.. આર કે ભરવાડ તથા એ.એસ.આઇ.મહેન્દ્રસિહ તથા એ.એસ.આઇ દેવેન્દ્રસિદ નટવરસિંહ તથા પોકો જધરાજસિંહ ઉદેસિંહ તથા પોકો સતાભાઈ કાળાભાઇ તથા પોકો રીતેષકુમાર રમેશભાઇ તથા પો.કો
વિક્રમભાઇ વાધાભાઇ નાઓએ ટીમ વર્ક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.