બાલાસિનોર પોલીસ પર હુમલો કરનારા આરોપીઓ ને એલ.સી.બી .એ રાજસ્થાનથી ઝડપી પાડ્યા - At This Time

બાલાસિનોર પોલીસ પર હુમલો કરનારા આરોપીઓ ને એલ.સી.બી .એ રાજસ્થાનથી ઝડપી પાડ્યા


બાલાશીનોર પો.સ્ટે.ના જીવલેણ હુમલાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી આર.વી.અસારી સાહેબ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે મુજબ મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી.એ.બી.અસારી સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./એસ.ઓ.જી.ના અધિકારી તથા સ્ટાફનાં માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી.

દરમ્યાન એલ.સી.બી. પો.ઇન્સ. શ્રી. એ.બી.અસારી સાહેબનાઓની બાતમી આધારે બાલાશીનોર ટાઉન પો.સ્ટે. એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૭૦૦૨૨૪૦૦૮૬/૨૦૨૪ ઇ.પી.કો. કલમ.૩૦૭,૩૩૨,૩૨૪,૩૨૩,૧૮૬,૫૦૪,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ (૧) વિક્રમભાઇ સોમાભાઇ માલીવાડ રહે. મોટાભાગલીયા તા કડાણા જી.મહીસાગર (૨) મનીષભાઇ જગદીશભાઇ મહેરા રહે. કંથરજીનામુવાડા (વડદલા) તા.બાલાશીનોર જી.મહીસાગરનાઓને રાજસ્થાન રાજયના ડુંગરપુર જીલ્લાના ખેરવાડા ખાતેથી ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાશીનોર પો.સ્ટે. સોપવામાં આવેલ છે.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.