આજે ટ્રમ્પને સજા સંભળાવાશે, પોર્ન સ્ટાર કેસમાં દોષિત:પૈસા આપીને મોઢુ બંધ કરાવવાનો આરોપ; સુપ્રીમ કોર્ટે તેમને 34 કેસમાં દોષી ઠેરવ્યા છે - At This Time

આજે ટ્રમ્પને સજા સંભળાવાશે, પોર્ન સ્ટાર કેસમાં દોષિત:પૈસા આપીને મોઢુ બંધ કરાવવાનો આરોપ; સુપ્રીમ કોર્ટે તેમને 34 કેસમાં દોષી ઠેરવ્યા છે


પોર્ન સ્ટાર કેસમાં દોષિત ડોનાલ્ડ ટ્રમ્પને આજે સજા સંભળાવવામાં આવશે. 30 મેના રોજ, કોર્ટે ટ્રમ્પને પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોઢુ બંધ રાખવા માટે પૈસા ચૂકવવા અને ચૂંટણી પ્રચાર દરમિયાન બિઝનેસ રેકોર્ડ્સ ખોટી હેરાફેરી કરવા મામલે દોષિત ઠેરવ્યા હતા. ન્યૂયોર્કમાં લગભગ છ અઠવાડિયા સુધી ચાલેલા ટ્રાયલમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને 34 આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ મામલો 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલા બન્યો હતો. તેના ખુલાસા બાદ અમેરિકાના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હોય. ટ્રમ્પ સામે કયા34 આરોપો છે?
ટ્રમ્પ પર બિઝનેસ રેકોર્ડ ખોટો બતાવાના 34 આરોપ છે. આ તમામ આરોપો પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા ચૂપ રહેવા માટે 1 લાખ 30 હજાર ડોલર (લગભગ 1 કરોડ 7 લાખ રૂપિયા) આપવા સંબંધિત છે.
11 આરોપ ચેક પર હસ્તાક્ષર સાથે સંબંધિત છે. અન્ય 11 આરોપો કોહેને કંપનીને સબમિટ કરેલા ખોટા ઇન્વૉઇસ સાથે સંબંધિત છે અને બાકીના 12 આરોપો રેકોર્ડમાં ખોટી માહિતી આપવા સંબંધિત છે. ટ્રમ્પના વકીલ માઈકલ કોહેને આરોપ લગાવ્યો હતો કે તેણે ટ્રમ્પના કહેવા પર સ્ટોર્મીને પૈસા આપ્યા હતા, જેથી તે 2016ની ચૂંટણી પહેલા ટ્રમ્પ સાથેના અફેર વિશે કંઈ ન બોલે. આરોપ છે કે ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ કોહેનને પૈસા પરત કર્યા હતા. આ માટે તેણે કોહેનને 10 મહિના સુધી અનેક ચેક આપ્યા. તેઓએ તેને કાનૂની ફી તરીકે રેકોર્ડમાં દર્શાવ્યું, જે ખરેખરમાં ગુનાને છુપાવવા માટે કરવામાં આવેલી ચુકવણી હતી. આરોપો સાથે જોડાયેલા દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે ન્યૂયોર્કના બિઝનેસ રેકોર્ડમાં વારંવાર ખોટી માહિતી આપી, જેથી તે પોતાનો ગુનો છુપાવી શકે અને ચૂંટણીમાં ફાયદો મેળવી શકે. 5 એપ્રિલ, 2023ના રોજ મેનહટન કોર્ટમાં ટ્રમ્પ વિરુદ્ધ 34 આરોપો ઘડવામાં આવ્યા હતા. સજા મેળવવામાં વિલંબ થઈ શકે છે
હવે જોવાનું એ રહે છે કે ટ્રમ્પને સજા તરીકે જેલમાં ધકેલી દેવામાં આવશે કે પછી દંડ ભરીને છોડી મુકવામાં આવશે. જોકે, બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટ્રમ્પને સજા થવામાં હજુ થોડો સમય લાગી શકે છે. આ મહિનાની શરૂઆતમાં, યુએસ સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં મોટો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ટ્રમ્પનું રાષ્ટ્રપતિ રહેવા દરમિયાન લેવામાં આવેલા સત્તાવાર નિર્ણયો પર કાનૂની કાર્યવાહી કરી શકાય નહીં. જો કે, શું સત્તાવાર છે અને શું નથી તે નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટે આ કેસને નીચલી કોર્ટમાં મોકલ્યો હતો. આવી સ્થિતિમાં 11 જુલાઈએ આપવામાં આવનાર સજા અંગે ટ્રમ્પના વકીલોએ જજને અપીલ કરી છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ હવે પૂર્વ રાષ્ટ્રપતિની સજા રદ કરવામાં આવે. હવે જજ મર્ચેને નિર્ણય લેવો પડશે કે ટ્રમ્પની સજાને રદ્દ કરવી કે નહીં. પોર્ન સ્ટાર્સને પૈસા ચૂકવવાના આખા મુદ્દાને 5 પોઈન્ટમાં સમજો 1. પોર્ન સ્ટારને ચૂપ કરવા માટે પૈસા ચૂકવવાનો મામલો 2006નો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રિયલ એસ્ટેટ બિઝનેસમેન હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ ત્યારે 27 વર્ષની હતી અને ટ્રમ્પ 60 વર્ષના હતા. જુલાઈ 2006માં એક ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. 2. સ્ટોર્મીએ પોતાના પુસ્તક 'ફુલ ડિસ્ક્લોઝર'માં આ બેઠકનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે તે ટ્રમ્પને મળી ત્યારે તેની ત્રીજી પત્ની મેલાનિયાએ પુત્ર બેરોનને જન્મ આપ્યો હતો. બેરોનના જન્મને માત્ર 4 મહિના થયા હતા. 3. તેના પુસ્તકમાં સ્ટોર્મીએ જણાવ્યું કે ટ્રમ્પના બોડીગાર્ડ્સે તેને એક સ્ટારના પેન્ટહાઉસમાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. પુસ્તકમાં તેણે ટ્રમ્પ સાથેના સંબંધો અને તેના શારીરિક દેખાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પછી બંને વચ્ચે અફેર શરૂ થયું. 4. એવા આરોપો છે કે ટ્રમ્પે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ચૂપ રહેવા માટે સ્ટોર્મીને રૂપિયા આપ્યા હતા. ટ્રમ્પના વકીલે પણ સ્વીકાર્યું હતું કે તેણે ટ્રમ્પ વતી પોર્ન સ્ટારને 1 લાખ 30 હજાર ડોલર (લગભગ 1 કરોડ 7 લાખ રૂપિયા) આપ્યા હતા. 5. ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટારને આપવામાં આવેલા પેમેન્ટનો ખુલાસો વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા જાન્યુઆરી 2018માં કરવામાં આવ્યો હતો. તેના આધારે ટ્રમ્પ સામે ક્રિમિનલ કેસ ફાઇલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્રિમિનલ કેસનો સામનો કરનાર તેઓ પ્રથમ અમેરિકાના રાષ્ટ્રપતિ છે. આ સમાચાર પણ વાંચો... અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ચૂંટણી પરિણામોને પલટાવવા સંબંધિત કેસ આગળ નહીં ચાલે, સુપ્રીમ કોર્ટે આપી રાહત યુએસ સુપ્રીમ કોર્ટે 1 જુલાઈના રોજ કહ્યું હતું કે ટ્રમ્પના પ્રેસિડેન્ટ દરમિયાન લેવામાં આવેલા ઘણા નિર્ણયો પર કાનૂની કાર્યવાહી કરી શકાય નહીં. ટ્રમ્પ પર નવેમ્બર 2020ની ચૂંટણીના પરિણામોને પલટાવવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જ્યારે તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને તેમના સમર્થકોએ સંસદમાં હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.