બ્રહ્મા કુમારી દ્વારા ધ્વજા યાત્રા યોજાઈ: ધર્મમય માહોલમાં ૫૧ શક્તિપીઠે ધ્વજા અર્પણ કરાઈ - At This Time

બ્રહ્મા કુમારી દ્વારા ધ્વજા યાત્રા યોજાઈ: ધર્મમય માહોલમાં ૫૧ શક્તિપીઠે ધ્વજા અર્પણ કરાઈ


શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવ-અંબાજી:ત્રીજો દિવસ

બ્રહ્મા કુમારી દ્વારા ધ્વજા યાત્રા યોજાઈ: ધર્મમય માહોલમાં ૫૧ શક્તિપીઠે ધ્વજા અર્પણ કરાઈ

બ્રહ્મા કુમારી સંસ્થાના મનોજભાઈ દ્વારા આશીર્વચન પાઠવી યાત્રાનો શુભારંભ કરાવાયો

રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે તા. ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે મહોત્સવના ત્રીજા દિવસે બ્રહ્મા કુમારી દ્વારા વિશેષ ધ્વજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત બ્રહ્મા કુમારી સંસ્થાના મનોજભાઈ દ્વારા આશીર્વચન પાઠવી પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં માઇભક્તો જોડાયા હતા. હાથમાં ધ્વજા અને મનમાં ઉત્સાહ સાથે માઈભક્તોએ જય અંબેના જય નાદ સાથે ધર્મમય માહોલમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું.

આ પ્રસંગે મનોજભાઈએ અંબાજીને આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર ગણાવી, આધ્યાત્મિક શક્તિ થકી જ ભારત વિશ્વગુરુ બની શકે એમ જણાવી શક્તિપીઠમાંથી શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક જ્ઞાન ગ્રહણ કરી ભારત દેશને આધ્યાત્મિક ગુરુ બનાવવાની દિશામાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તેમજ માના ખોળે આવ્યા છીએ તો શક્તિ મેળવીને જવાનું છે એમ કહી આધ્યાત્મિક શક્તિ ઉજાગર કરવા ભક્તોને અપીલ કરી હતી.

આ પ્રસંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીશ્રીઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ સહભાગી બન્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.