હર ઘર તિરંગા અભિયાન : તિરંગા મીઠાઈ ફરસાણ બનાવ્યા - At This Time

હર ઘર તિરંગા અભિયાન : તિરંગા મીઠાઈ ફરસાણ બનાવ્યા


વડોદરા,તા.29 જુલાઈ 2022,શુક્રવારઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત, "હર ઘર તિરંગા" કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આગામી તારીખ ૧૩ થી ૧૫ ઓગષ્ટ ૨૦૨૨ દરમ્યાન સર્વે નાગરિકોને પોતાના ઘર-દુકાન-ધંધાના સ્થળે તિરંગા લગાવવાની અપીલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ત્યારે શહેરની વિવિધ સંસ્થાઓ અને એસોસિયેશનો સાથે બાળકોમાં પણ દેશભાવના છલકી ઉઠી છે.   હર ઘર તિરંગા એ દેશપ્રેમની ભાવનાને દેશના દરેક નાગરિકના દિલોદિમાગમાં ઉચ્ચતમ સ્તર સુધી લઈ જવાનો કાર્યક્રમ છે. અને તિરંગાનાં માધ્યમથી ભારત માતાની સેવામાં ફરી પોતાને સમર્પિત કરશે. વડોદરા કોર્પોરેશનની માલિકીની તમામ ઇમારતો ઉપર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવાના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ વડોદરા શહેરમાં અલગ અલગ સંસ્થાઓ અને એસોસિયેશન અને ખાસ કરીને બાળકો દ્વારા  પોતાના ઘર અને ધંધાના સ્થળે તિરંગો લહેરાવવા આહવાન કરતા દેશભક્તિનું મોજુ ફરી વળ્યું છે. વડોદરા શહેરમાં જવેલર્સ એસોસિએશન દ્વારા તિરંગાના થીમને બીલ પર લગાવી લોકોને જોડાવા ઉત્સાહ પૂવઁક અપીલ સાથે દુકાનમાં લેબલ લગાવી દેશભક્તિનો સંદેશો આપ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા પણ ઉત્સાહ દર્શાવી આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા   તિરંગાનાં ત્રણ રંગોના થીમને  બીલ પર બનાવી લોકોને જોડાવા ઉત્સાહપૂવઁક અપીલ કરવામાં આવી છે. મિઠાઇ તથા ફરસાણ એસોસિએશન દ્વારા  પણ તિરંગાનાં ત્રણ રંગોના થીમ પર મિઠાઇ તથા ફરસાણ બનાવી લોકોને જોડાવા ઉત્સાહપૂવઁક અપીલ કરવામાં આવી છે. આઈ.ટી. એસોસિએશન દ્વારા તેમનાં સંશ્થાનો પર હાથમાં તિરંગા સાથે ફોટો શેર કરી લોકોને જોડાવા ઉત્સાહપૂવઁક અપીલ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.