વડોદરા: આજવાથી તરસાલી જતું 20 એમએલડી પાણી ફિડર લાઈન પર વાલ્વ બંધ કરી પૂર્વ વિસ્તારને આપવા ટ્રાયલ લેવાઈ
- સિંધરોટ યોજનાનું પાણી જાંબુઆ સુધી પહોંચાડવા પણ ટ્રાયલ- કોર્પોરેશનને લીધેલી ટ્રાયલમાં શું પરિણામ આવે છે તેના આધારે આગળનો નિર્ણય થશેવડોદરા,તા. 21 જુન 2022,મંગળવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના દક્ષિણ વિસ્તાર માંજલપુર, જીઆઈડીસી, જાંબુઆ, તરસાલી વગેરે વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે મહીસાગર નદી સિંધરોટ ખાતે 168 કરોડના ખર્ચે તૈયાર કરેલી યોજનાનું વડાપ્રધાનના હસ્તે તારીખ 18 ના રોજ લોકાર્પણ થઇ ગયા બાદ પાણી આપવાની શરૂઆત વધારાના ઝોન બનાવીને કરવામાં આવનાર છે. અત્યાર સુધી આ વિસ્તારોને આજવા સરોવર થી રોજ પંદરથી વીસ એમએલડી પાણી આપવામાં આવતું હતું. હવે સિંધરોટ યોજનાનું પાણી ચાલુ કરાઈ રહ્યું છે, ત્યારે 20 એમએલડી પાણી બંધ કરીને પૂર્વ વિસ્તાર ને આપવું જોઇએ તેવી રજૂઆત કોર્પોરેશન ખાતે ગઇકાલે મળેલી સમગ્ર સભામાં કરાઈ હતી. પૂર્વ વિસ્તારમાં આમ પણ પાણીનો કકળાટ બારે માસ હોય છે. તો આ વીસ એમએલડી પાણી પૂર્વ વિસ્તાર ને મળે તો ઘણી રાહત થઇ શકે. દરમિયાન સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ એ જણાવ્યું હતું કે પ્રતાપ નગર, સોમા તળાવ બ્રિજ નીચે આજવાથી તરસાલી પાણીની ટાંકી જતી ફિડર લાઈનમાં વાલ્વને બંધ કરીને ટ્રાયલ કરવામાં આવેલી છે. અહીં વાલ્વ બંધ કરીને 20 એમએલડી પાણી પૂર્વ વિસ્તારને આપવા પ્રયોગ અજમાવ્યો છે. આ સાથે આજે જ સિંધરોટનું પાણી જાંબુઆ સુધી પહોંચાડવા ટ્રાયલ લેવામાં આવશે. આમ એક સાથે બે કામગીરી હાથ પર લીધી છે. જેના આધારે તેનું શું પરિણામ આવે છે તે ચકાસી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. સિંધરોટ નું પાણી તરસાલી, જાંબુઆ, જીઆઇડીસી અને માંજલપુર પહોંચી શકે તેવી વ્યવસ્થા બરાબર થાય તે પછી જ ટૂંક સમયમાં રૂટિન પાણી વિતરણ શરૂ કરવામાં આવશે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.