સમયની સાથે તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ પણ બદલાયો, રાંધણ છઠના તહેવારમાં પરંપરાગત વાનગીઓ બદલે રેડીમેઈડ ફૂડનો જમાનો - At This Time

સમયની સાથે તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ પણ બદલાયો, રાંધણ છઠના તહેવારમાં પરંપરાગત વાનગીઓ બદલે રેડીમેઈડ ફૂડનો જમાનો


- મગ, મઠ, પુરી, મોહનથાળ, વડા અને લાડુ ને બદલે હવે  તૈયાર પાતરા, પાણીપુરી, ભેલપુરી અને સેન્ડવીચ નો ટ્રેન્ડ શરૂ થયો  સુરત,તા.03 ઓગષ્ટ 2022,બુધવારશ્રાવણ માસની શરૂઆત સાથે જ હિન્દુઓના તહેવારની સિઝન આવી જાય છે પરંતુ સમયની સાથે સાથે હવે તહેવારની ઉજવણીનો ટ્રેન્ડ પણ બદલાતો જોવા મળી રહ્યો છે. આ તહેવારોમાં અગત્યના તહેવાર તરીકે રાંઘણ છઠ ગણવામા આવે છે. જોકે, હાલમાં સમયનો અભાવના કારણે આ તહેવારમાં પરંપરાગત ભોજનને બદલે રેડીમેડ ફુડની એન્ટ્રી થઈ ગઈ છે. પહેલાની જેમ ઘરના ખાવાના બદલે બહાર મળતા ભોજન ઘરે લાવીને તહેવારની ઉજવણી થઈ રહી છે. સુરત સહિત ગુજરાતમાં બે રાંધણ છઠના તહેવારની ઉજવણી કરવામા આવે છે અને આજે મુળ સુરતીઓ સાથે અન્ય કેટલાક લોકોની પણ પહેલી રાંધણ છઠ છે. રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે ઘરની મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છેવર્ષો પહેલા સુરતમાં રાંધણ છઠ હોય એટલે મગ- મઠ, પુરી, લાડુ, મોહનથાળ, બાફેલા પાતરા, ખાટા વડાં, ગુલાબ જાંબુ, સહિતના અનેક વ્યંજન બનાવવામાં આવે છે. આ વ્યંજન બનાવ્યા બાદ રાત્રે પૂજા કરીને બીજા દિવસે ઠંડુ ખાવાનો રિવાજ  વર્ષોથી ચાલી આવી રહ્યો છે. જોકે, હવે સમયના અભાવે લોકો શીતળા સાતમના દિવસે ભોજન તો ઠંડુ ખાઈ રહ્યાં છે પરંતુ વર્ષો પહેલાં જે વ્યંજન બનાવતા હતા તેનો ટ્રેન્ડ બદલાયો છે.  હવે સમયનો અભાવ અને લોકોના ટેસ્ટના કારણે રાંધણ છઠમાં લોકો ઘરે વાગની બનાવવાનું ટાળી રહ્યાં છે. પાતરા લોકો ઘરે બનાવતા નથી પરંતુ ફરસાણની દુકાનમાં બનતાં પાતરા  વેચાતા છઠના દિવસે લઈ આવે છે. જેના કારણે ફરસાણની દુકાનોમાં આ દિવસે પાતરાનો જથ્થો વધુ બનાવતા હોય છે. સુરતી લોકો ગોળ- આમલી અને ગરમ મસાલા વાળા પાતરા ખાતા હોય એટલે દુકાનોમાં આવા પાતરા વધુ બની રહ્યા છે.આ ઉપરાંત લોકો ઠંડ઼ો ખોરાક તરીકે પાણી પુરી અને ભેળપુરી સાથે સેન્ડવીચનો ઉપયોગ મોટી માત્રામાં કરી રહ્યાં છે. જેના કારણે હવે સુરતના બજારમાં પાણીની પુરીની પુરી તથા પાણીનું વેચાણ આ દિવસમાં વધી જાય છે. આ ઉપરાંત લોકોના ઘરમાં પાણી પુરી અને ભેળ સાથે સાથે સેન્ડવીચ સાતમના દિવસે ખવાતું હોય છે. જેના કારણે લોકો ઠંડો પણ ટેસ્ટી અને આધુનિક ખોરાક ખાઈ રહ્યાં છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.