ચોકબજાર સાગર હોટલ, એફ એસ પારેખ સ્કૂલ પાસેના દબાણોનું દુષણ દૂર કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે
સુરત,તા.28 જુલાઈ 2022,ગુરૂવારસુરત મહાનગરપાલિકાના ચોક બજાર ખાતે આવેલા લાલા લજપતરાય ગાર્ડનમાંથી રસ્તો કરવાનો નિર્ણય કરાયો છે. મેટ્રોની કામગીરીને કારણે આ વિસ્તારમાં કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તેને કારણે વિકટ સમસ્યા ઊભી થઈ છે. જોકે હાલ ગાર્ડનમાંથી રસ્તો કાઢવાનો નિર્ણય કરાતા ટ્રાફિકની સમસ્યામાં થોડી રાહત થશે.સુરત શહેરમાં હાલ મેક્રોની કામગીરી અને જગ્યાએ ચાલી રહી છે. ચોક બજાર ખાતે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેને કારણે કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે.ચોક બજાર વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલુ હોવાથી ગાંધી બાગ થી મક્કાઈ પુલ તરફ જવાનો રસ્તો તેમજ ગાંધી બાગ થી ગોપીપુરા જવાનો રસ્તો બંધ કરાયો છે. જેથી સ્થાનિક લોકો ને ટ્રાફિક ની હાલાકી પડી રહી હતી. આ અંગે લોકોની અનેક ફરિયાદ બાદ થાય સમિતિના સભ્યવ્રજેશ ઉનડકટએ લાલા ગાર્ડનમાંથી રસ્તો આપવામાં આવે તો આ સમસ્યામાં થોડો ઘટાડો થઈ શકે તેવી રજૂઆત સ્થાયી સમિતિમાં કરી હતી. આ રજૂઆત બાદ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરે સ્થળ તપાસ કરી હતી. સ્થળ તપાસ મ્યુનિસિપલ કમિશનરે ગાર્ડનમાંથી રસ્તો આપવા માટે લીલી ઝંડી આપી હતી. જેના કારણે આજે આ ગાર્ડન માંથી રસ્તો આપવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ ગાર્ડનમાંથી રસ્તો બનાવી દીધા બાદ ગોપીપુરા જવા માટે વાહન ચાલકોને સરળતા પડશે. આ ઉપરાંત સાગર હોટલથી મકાઈપુર તરફ પણ જઈ શકાશે.જોકે મેટ્રોને કારણે રસ્તા બંધ હોવા છતાં સાગર હોટલ અને તેની આસપાસ ગેરકાયદેસર દબાણો અને ઉભા રહેતા વાહનોની સમસ્યા પાલિકા તંત્ર દૂર કરી શક્યું નથી. આ ઉપરાંત સોની ફળિયા એફએસ પારેખ સ્કૂલ પાસે પણ દબાણો પાલીકા તંત્ર દૂર કરાવી શકતું નથી. હાલમાં અનેક રસ્તાઓ બંધ હોવાથી આ રસ્તા નો વહનચાલકો ઉપયોગ કરે છે પરંતુ ત્યાં ભારે દબાણ હોવાથી ટ્રાફિકની સમસ્યા બેવડાઇ રહી છે. જો પાલિકા તંત્ર કડક હાથે આ દબાણો દૂર કરે તો રસ્તા બંધ હોવા છતાં પણ ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો કરાવી શકાય તેમ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.