વડોદરા શહેરના સર્કલો અને ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હાલ કરવા પ્રયાસ
વડોદરા,તા.2 ઓગષ્ટ 2022,મંગળવારવડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્કલ ની ડાબી બાજુના ભાગમાંથી સરળતાથી વાહન ચાલકો કે એમ્બ્યુલન્સ પસાર થઈ શકે તેવું આયોજન કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.વડોદરા શહેરમાં વાહનોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસમાં ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનશે તેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ ટ્રાફિકની સરળતા માટે ખાસ કરીને ચાર રસ્તા ના સર્કલ માં જરૂરી ફેરફારો કરવાનું આયોજન શરૂ કર્યું છે.વડોદરા શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસે ના સર્કલ ની ડાબી બાજુ થી વાહન ચાલકોને વળાંક લેવો હોય તો ટ્રાફિકની સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે તેવી મુશ્કેલી દૂર કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ ,ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓની ટીમે વાઘોડિયા રોડ સ્થિત આવેલા સર્કલોની મુલાકાત લીધી હતી જેમાં વાહન ચાલકોને ડાબી બાજુ વળવામાં તકલીફ પડે નહીં તેવું કાયમી આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.