વડાલી શહેરમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં અમાસની રાત્રે કીર્તન આધાર નો કાર્યક્રમ યોજાયો - At This Time

વડાલી શહેરમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં અમાસની રાત્રે કીર્તન આધાર નો કાર્યક્રમ યોજાયો


વડાલી નગર ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં કીર્તન આરાધના નો કાર્યક્રમ યોજાયો

વડાલીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં અમાસની રાત્રે કીર્તન આરાધના પૂજ્ય કેશવ કીર્તન સ્વામી ના સાનિધ્યમાં યોજાયો

તારીખ 03/09/ 2024 શ્રાવણ અમાસ ની રાત્રે કીર્તન આરાધના કાર્યક્રમ રાત્રે 8:00 કલાકે શરૂ થઈને 10 કલાક સુધી ચાલ્યો હતો

કીર્તન આરાધના માં આશરે 300 થી 400 હરિભક્તોએ આરાધના નો લાભ લીધો હતો

કીર્તન આરાધનામાં આઠ સંતો અને બે સાધકો ઉપસ્થિત રહ્યા હતા

કીર્તન આરાધનામાં અમૃત મુની સ્વામી અમૃત તનય સ્વામી કેશવ કીર્તન સ્વામી પરમ કીર્તન સ્વામી વિશ્વ યોગી સ્વામી નિર્ગુણ સ્વરૂપ સ્વામી અક્ષર મંગલ સ્વામી હરી મનન સ્વામી તેમજ શ્રુતિક સાધક અને મનોજ સાધક વગેરે સંતો કીર્તન આરાધનામાં પધાર્યા હતા

પૂજ્ય કેશવ કીર્તન સ્વામી અને સારંગપુરના સંગીતજ્ઞ સંતો દ્વારા તથા વાર્તાની સાથે સાથે કાઠીયાવાડી લહેકામાં છંદ ચોપાઈ અને દુહા ની રમઝટ બોલાવી હતી

કીર્તન આરાધનામાં પધારેલ હરિભક્તો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કીર્તન નો લાવો લીધો હતો

કીર્તન આરાધના સમાપ્ત થયા બાદ પધારેલ પૂજ્ય સંતો નું ફુલહારથી હરિભક્તો દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા

કીર્તન આરાધના કાર્યક્રમમાં વડાલી નગરપાલિકાના પ્રમુખ શ્રી યશરાજ ભાટી ઉપસ્થિત રહ્યા અને તેમને પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા હતા

આવનાર આગામી સમયમાં સહકારી જીન રોડને પ્રમુખસ્વામી માર્ગ તરીકે ઓળખાશે તેવું નગરપાલિકાના પ્રમુખે જણાવ્યું હતું

અંતમાં કીર્તન આરાધના સમાપ્ત થયા બાદ હરિભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.