ગુજરાતનું ગૌરવ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય – નવી દિલ્હી – ભારત સરકાર દ્વારા ભાવનગરના કેવલ કિશોરભાઇ પાવરાને “રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ૨૦૨૦-૨૧” એનાયત કરવામાં આવ્યો.
ગુજરાતનું ગૌરવ યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય - નવી દિલ્હી - ભારત સરકાર દ્વારા
ભાવનગરના કેવલ કિશોરભાઇ પાવરાને “રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ૨૦૨૦-૨૧” એનાયત કરવામાં આવ્યો.
ગઢડા સ્વામીના તાલુકા ના ઢસા ના હાલ ભાવનગર કેવલ પાવરા ને એવોર્ડ એનાયત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય - નવી દિલ્હી - ભારત સરકાર દ્વારા તાજેતરમાં મહારાષ્ટ્રના નાસિક ખાતે આયોજિત થયેલ ૨૭ માં નેશનલ યૂથ ફૅસ્ટિવલમાં તારીખ ૧૫ જાન્યુઆરીને સોમવારના રોજ કેવલ કિશોરભાઇ પાવરાને કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોનાં રાજ્ય મંત્રી શ્રી નિસિથ પ્રમાણિકજીના હસ્તે “રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ૨૦૨૦-૨૧” એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર સમારંભમાં ખેલ મંત્રાલયના ડિરેક્ટર માનનીય શ્રીમતી વનિતા સૂદ, માનનીય વિભાગીય કમિશ્નરશ્રી રાધાકૃષ્ણ ગમે અને મહારાષ્ટ્રના માનનીય રમત-ગમત કમિશ્નર શ્રી ડૉ. સુહાસ દિવસે ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર ભારતમાથી ફક્ત ૧૫ યુવાનોને આ “રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ૨૦૨૦-૨૧” થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતમાંથી મૂળ ઢસા ગામના વતની અને હાલ ભાવનગર રહેતા કેવલ કિશોરભાઇ પાવરાની આ “રાષ્ટ્રીય યુવા પુરસ્કાર ૨૦૨૦-૨૧” માટે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓને ગુજરાત સરકારના ઉચ્ચ અને તકનીકી શિક્ષણ વિભાગ, રાજ્ય એન.એસ.એસ. સેલ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૭ માં “ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) પુરસ્કાર: ૨૦૧૬-૧૭” થી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. વિશેષ તેઓ પર્યાવરણ અને સામુદાયિક ક્ષેત્રે ઉમદા સેવાઓ આપી રહ્યા છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.