રાજુલા શહેરમાં જલારામબાપા સર્કલ નું નામકરણ કરવામાં આવ્યું - At This Time

રાજુલા શહેરમાં જલારામબાપા સર્કલ નું નામકરણ કરવામાં આવ્યું


રાજુલા શહેરમાં લોહાણા મહાજન તેમજ જલારામ સેવા મંડળ રાજુલા દ્વારા બસસ્ટેન્ડ નજીક આવેલ સર્કલ અને માર્ગનું નું નામ સંત શ્રી જલારામબાપા સર્કલ કરવામાં આવ્યું
આ અપ્રસંગે આ સર્કલ ના લોકાર્પણ માં શ્રી મહંત ભારતદ્રાજ ગીરીજી મહારાજ ગુરુ શ્રી મહંત મધુસુદન ગિરિજી મહારાજ સિદ્ધ ગણેશ આશ્રમ ખુટવડા તેમજ અખંડ મંગળ સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર રાજુલા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ તેમજ નિખિલભાઇ વાઘેલા તેમજ હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરના પ્રતિનિધિઓ તેમજ રાજુલા શહેરના અગ્રણીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો તેમજ વેપારીઓ અગ્રણીઓ આગેવાનો તેમજ વીજપડી .સાવરકુંડલા અમરેલી સહિતના લોહાણા મહાજનના અગ્રણીઓ સહિતના વિવિધ સંસ્થાના આગેવાનો માતા ઓ બહેનો સહિત બહોળી સંખ્યા આ કાર્યક્રમમાં લોકો એ હાજરી આપેલ
સૌપ્રથમ શાસક વિધિ મુજબ સંતો મહંતોના હાથે પૂજા અર્ચના તેમજ આરતીનો કાર્યક્રમ કરવામાં આવેલો અને ત્યારબાદ સંતોના આશીર્વચન પાઠવવામાં આવેલા ત્યારબાદના બહાર ગામ થી આવેલા તમામ અગ્રણીઓ સ્વાગત કરવામાં આવેલું સાથે સમુહ માં હનુમાન ચાલીસા નો પાઠ પણ કરવામાં આવેલો આ તકે તમામ લોકો એ હાજરી આપવા બદલ રાજુલા લોહાણા મહાજન એ સહુ નો આભાર વ્યક્ત કરેલો અને આવેલ તમામ મહેમાનો ને પૂજ્ય બાપાની પ્રસાદી આપવામાં આવેલ


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image