વડનગર તાલુકા ના ઊઢાઈ ગામ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી - At This Time

વડનગર તાલુકા ના ઊઢાઈ ગામ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી


વડનગર તાલુકા ના ઊઢાઈ ગામ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી

ઊઢાઈ ગામ ૧૬થી૨૨ જાન્યુઆરી રામજી મંદિર ખાતે રામલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અવનવા કાર્યક્રમો થવા ના છે

અયોધ્યા માં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા શ્રી રામજી ના ભવ્ય અને દિવ્ય મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માદરે વતનમાં ૮ કિમી ના અંતરે આવેલું વડનગર તાલુકા નું ઐતિહાસિક ગામ ઉઢાઈ એટલે જુના અને જાણીતા ગુજરાતી નાટક સમાજ કલાકાર તથા સ્થાપક એવો બાપુલાલ નાયક તથા જેવું કે સ્ત્રી નું આબેહૂબ નાટક ભજવનારા જયશંકર નાયક (સુંદરી) એ આ ગામ ભાણેજ હતાં અને મુંબઈ માં જે તે સમયે talk નામ નો ફેસ પાવડર ની જાહેરાત જયશંકર સુંદરી નામ એ વેચાતી હતો અને તારક મહેતા ના ઉલટા ચશ્મા ના ખ્યાતનામ એવા ધનશ્યામ નાયક (નટુ કાકા)ના માદરે વતન ઊઢાઈ ગામ ખાતે આજે રામલ્લાની અક્ષય કળશ શોભાયાત્રા ઉઢાઈ ગામે રામજીમંદિર થી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તેમા દરેક સમાજ ના પ્રજાજનો તથા બાળકો મહિલાઓ ભાઈ તથા બહેનો આ અક્ષય કળશ શોભાયાત્રા જોડાયા હતાં તેમાં જય શ્રી રામ તથા "હર ધર મે બચ્ચા બચ્ચા જય શ્રી રામ "ના શબ્દો થી આખા ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમાં ધર્મપ્રેમી જનતા ચહેરા પર આનંદ ઉલ્લાસ અને ચહેરા પર અંતરમન થી જય શ્રી રામ થી આધ્યાત્મિકતા ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઇ રહ્યું હતું તેમજ ૧૬ જાન્યુઆરી થી ૨૨ જાન્યુઆરી તારીખ સુધી રામજી મંદિર માં મહાઆરતી, મહાપ્રસાદ, ભજન કીર્તન, મંત્રજાપ ધરે ધરે દિવા પ્રગટાવી અયોધ્યા રામજન્મભૂમિ માં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ઊઢાઈ ગામ ના લોકો અગ્રણીઓ તથા મહાનુભાવો આગેવાનો મહિલાઓ ,મહિલા મંડળ તથા સ્મસ્ત ગ્રામજનો સહભાગી બનશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.