ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણતાના આરે - At This Time

ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણતાના આરે


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ તારીખ 11 માર્ચ 2024 થી શરૂ થઈ હતી. આજરોજ ધોરણ 10 એસએસસી ની પરિક્ષા નું છેલ્લું પેપર હોઈ વિદ્યાર્થીઓમાં પરીક્ષા પૂર્ણ થવાની ખુશી ચહેરા પર દેખાઈ રહી હતી.
અરવલ્લી જિલ્લામાં તારીખ 11 માર્ચ 2024 થી એસએસસી અને એચ.એસ.સી ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. પરીક્ષાના સેન્ટરો પર ખૂબ જ શાંતિપૂર્ણ, શાંત વાતાવરણમાં પરીક્ષા લેવાઈ હતી. અરવલ્લી જિલ્લામાં ત્રણ વિજિલન્સ સ્કોર્ડ દ્વારા જુદાજુદા સેન્ટરો પર જઈ પરીક્ષાની કામગીરી ખૂબ જ બારીકાઈથી નિહાળી રહ્યા હતા. દાહોદ જિલ્લાની 66 નંબરની ફ્લાઈંગ સ્કોર્ડ ના કન્વીનરશ્રી અને દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી નીલકંઠભાઈ ઠક્કર, શ્રી કનુભાઈ બામણીયા, કૃણાલભાઈ મછાર, રાજેશભાઈ બામણિયા અરવલ્લી જિલ્લાના ધોરણ 10 અને 12 ના જુદા જુદા સેન્ટરો પર પરીક્ષા શરૂ થવાની થોડી મિનિટો પહેલા હાજર થઈ તેમની દેખરેખ હેઠળ શિક્ષકો માટે બ્લોક ડ્રો નું નિરીક્ષણ કરી પેપર શરૂ થાય ત્યારથી લઇ અને પેપરના અંત સુધી સતત ત્રણ ત્રણ કલાક સુધી પરીક્ષા સેન્ટર પર કોઈપણ જાતની ગેરરીતિ ન થાય તેની તકેદારી પોતાની નિષ્ઠા અને પૂરા ખંતથી પોતાની ફરજ બજાવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એ આ 66 નંબરની ટીમ પર મુકેલ વિશ્વાસ ને યથાર્થ ઠેરવ્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.