હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન પદે સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી: - At This Time

હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન પદે સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી:


(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)

હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન પદે જયેશ પટેલ અને વાઈસ ચેરમેન પદે રાયણદાસ પટેલની બિનહરીફ વરણી
હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના બીજી ટર્મ માટેના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચુંટણી આજે યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં બુધવારે બાકીના અઢી વર્ષ માટે માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે ચૂંટણી યોજાઈ હતી.
બીજી ટર્મ માટેના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચુંટણી ચુંટણી અધિકારી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, હિંમતનગર અને જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ, મહેસાણા દ્વારા યોજવામાં આવેલ હતી. જેમાં સર્વાનુમતે ભારતીય જનતા પાર્ટી તરફથી જયેશ મોતીભાઈ પટેલને ચેરમેન તરીકે તથા નારાયણદાસ જેશિંગભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકે મેન્ડેટ અપાતા માર્કેટયાર્ડના ડીરેકટરોએ તેમની બિનહરીફ વરણી કરી હતી. જેને લઈને તમામ ડિરેક્ટરોએ નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને ફુલહાર પહેરાવી, મો મીઠું કરાવીને શુભચ્છાઓ સાથે અભિનંદન આપ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.