ભારતીય રેલ્વે વિશેની માહિતી મેળવતા શૈક્ષણિક સંકુલ માંડાવડના વિધાર્થીઓ
ડેપ્યુટી સુપ્રિન્ટેડેન્ટ અનિલ ગ્વાલાસરની શ્રેષ્ઠ સમજૂતી
ભારતીય રેલ્વે વિશેની માહિતી બાળકોને મળે તે હેતુથી આજે વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ-માંડાવડના બાળકો વિસાવદર રેલ્વે સ્ટેશનની મુલાકાતે ગયા હતા.જયાં સ્ટેશન સુપ્રિન્ટેડેન્ટ વી.એ.તરસાનીયાના માગૅદશૅન હેઠળ ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડેટ અનિલ ગ્વાલાસરે બાળકોને રેલ્વે વિશે ખૂબ જ સરસ માહિતી આપી હતી.રેલ્વે વિશે સમજાવટમાં સ્ટેશનો વચ્ચેના વ્યવહાર અંગે તેમજ સિંગલ સિસ્ટમ વિશે જણાવ્યું હતું.તેમજ બુકિંગ કલાકૅ પી.ડી.બાબરીયા સરે રેલ્વે ટ્રેક સિસ્ટમ ,બુકિંગ સીસ્ટમ તેમજ ભારતીય રેલ્વેની વિવિધ સુવિધાઓ વિશે અને રેલ્વે સ્ટેશને રાખવાની તકેદારી અંગે બાળકોને જરૂરી માહીતી આપી હતી.બાળકોએ પણ અધિકારીઓ સાથે પ્રશ્નોતરી કરેલ જેના અધિકારીશ્રીએ ખૂબ જ સંતોષકારક ઉતરો આપેલા.બાળકોની જીજ્ઞાસાવૃતિ જોઈ અનિલ ગ્વાલાસરે ખૂબ જ આનંદ વ્યકત કરેલો હતો.સમગ્ર મુલાકાત ખૂબ જ જ્ઞાનસભર હતી.કાયૅક્રમને સફળ બનાવવા માટે શિક્ષિકા પ્રજ્ઞા કઠેસિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.સંસ્થાના ટ્રસ્ટી જે.કે.ઠેસિયાસરે અભિનંદન આપ્યા હતા.તેમજ પ્રિન્સિપાલ પ્રફૂલ વાડદોરીયાએ તથા નિયામક સુરેશ ફૂલમાળીયાએ રેલ્વે સ્ટેશનના અધિકારીઓ માટે શુભેચ્છાઓ આપી હતી
રિપોર્ટ હરેશ મહેતા .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.