શ્યામ પાર્ટી પ્લોટમાં કૌટુંબિક ભત્રીજીના લગ્નમાં આવેલ વેપારીની કારમાંથી દાગીના અને રોકડની ચોરી - At This Time

શ્યામ પાર્ટી પ્લોટમાં કૌટુંબિક ભત્રીજીના લગ્નમાં આવેલ વેપારીની કારમાંથી દાગીના અને રોકડની ચોરી


કણકોટ-મવડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટમાં કૌટુંબિક ભત્રીજીના લગ્નમાં આવેલ વેપારીની કારમાંથી દાગીના અને રોકડ મળી રૂ.1.16 લાખના મુદ્દામાલ ભરેલ પર્સની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં તાલુકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે શાપરમાં ગ્રામ પંચાયતની પાછળ રહેતાં પ્રશાંતભાઈ મુકેશભાઈ કોરાટ (ઉ.વ.27) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શાપર-વેરાવળમાં ઘનશ્યામ એન્જીનીયરીંગ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.
ગઇ તા.26/01 ના તેઓના કૌટુંબીક મોટાભાઈની દીકરીના લગ્ન કણકોટ મવડી રોડ ઉપર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે હોય જેથી તેઓ પત્નિ માધવીબેન અને માતા-પિતા સાથે આઈ-20 કાર નં.જીજે.03.કેપી.9435 લઈને આવેલ હતા અને શ્યામ પાર્ટી પ્લોટના પાર્કીંગમાં એન્ટ્રી ગેટની બાજુમાં કરી પાર્ક કરી લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં ગયેલ હતા. બાદ રાત્રીના દોઢેક વાગ્યે પ્રસંગ પૂર્ણ કરી ઘરે જવા માટે પાર્ક કરેલ કાર લેવા જતા ગાડીના ડાબી સાઈડનો પાછળનો કાચ તુટેલ હતો. જેથી ગાડીમા જોયુ તો પાછળની સીટ નીચે મુકેલ તેમની પત્નિનું પર્સ જોવામાં આવેલ નહીં જેથી ચોરી થયા શંકા જતા ગાડી તથા આજુબાજુમાં તપાસ કરેલ પરંતુ પર્સ જોવામાં આવેલ નહીં.
જે પર્સમાં 14 ગ્રામનું સોનાનુ કડુ રૂ.60 હજાર, એક ગળામાં પહેરવાની બંચ માળા રૂ.44 હજાર અને રોકડા રૂપીયા 12 હજાર રાખેલ હતા. જે પણ મળી આવેલ નહી જેથી સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.16 લાખના મુદ્દામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. જે અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીઆઈ વિ. આર. પટેલની રાહબરીમાં એએસઆઈ જે.ડી.વાઘેલા અને ટીમે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને સકંજામાં લેવાં ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.