જામનગર શહેરમાં મોડી રાતે હવામાનમાં પલટો આવ્યા પછી ધોધમાર વરસાદ શરૂ થયો - At This Time

જામનગર શહેરમાં મોડી રાતે હવામાનમાં પલટો આવ્યા પછી ધોધમાર વરસાદ શરૂ થયો


જામનગર શહેરમાં મોડી રાતે હવામાનમાં પલટો આવ્યા પછી ધોધમાર વરસાદ શરૂ થયો

જામનગર શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન આકાશમાં વાદળો ના આંટા ફેરા જોવા મળ્યા પછી રાત્રિના સમયે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ૧૦.૩૦ વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો.
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે તેમજ આજે વહેલી સવારે છૂટા છવાયા વરસાદી છાંટા પડ્યા હતા. ત્યારબાદ બપોરે ૧.૩૦ વાગે પણ વરસાદી ઝાપટું વરસી ગયું હતું, પરંતુ રાત્રિના ૧૦.૩૦ વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, અને ધીમીધારે વરસાદ ચાલુ રહેતાં જનજીવન પર અસર જોવા મળી હતી.
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કેટલાક સ્થળોએ વેલકમ નવરાત્રી મહોત્સવના આયોજનો પણ થઈ રહ્યા હતા, જ્યાં નાસભાગ મચી ગઈ હતી. જોકે મોડેથી વરસાદ ધીમો રહી ગયો હતો.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.