લીલીયા મોટા મામલતદાર કચેરી ખાતે આંગણવાડી વર્કર - હેલ્પર બહેનો દ્વારા આવેદન પાઠવાયું - At This Time

લીલીયા મોટા મામલતદાર કચેરી ખાતે આંગણવાડી વર્કર – હેલ્પર બહેનો દ્વારા આવેદન પાઠવાયું


વિવિધ પડતર માંગણીઓને લઈને પાઠવાયુ આવેદનપત્ર

આંગણવાડી વર્કર-હેલ્પર બહનોના માનદ વેતન વધારા સહીતની પડતર માંગણી અંગે નિર્ણય કરવા અંગે આજરોજ મામલતદાર કચેરી લીલીયા ખાતે આંગણવાડી વર્કર - હેલપર બહેનો દ્વારા મામલતદાર દેસાઈ ને આવેદન પાઠવાયું
આવેદનમાં જણાવેલ કે ગુજરાતની એક લાખ આંગણવાડી વર્કર- હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી અમોમાં મુકવા માટે સતત કામગીરી બજાવી એ સીએ કેન્દ્ર સરકારનો આ પ્રોજેકટ છે છતાં કેન્દ્ર સરકાર ધ્વારા ૨૦૧૮ પછી કોઈજ માનદ વેતનમાં વધારો કરાયો નથી. તે પરત્વે એક લાખ આંગણવાડી બહેનોમાં ભારે રોષ છે. જેની અલગથી કેન્દ્ર સરકારને રજુઆત કરાયેલ છે. રાજય સરકાર તરફથી પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૩ માં શ્રમજીવીઓના લઘુતમ વેતનમાં વધારો જાહેર કરેલ છે. જે રૂા.૪૯૬/-દૈનિક વેતન કરેલ છે.આંગણવાડી વર્કર- હેલ્પરને લઘુતમ વેતન આપવુ જોઈએ. ત્રણ માસનાં આંદોલન બાદ પણ સરકારે માંગણીઓનો ઉકેલ લાવેલ નથી. ત્રણ માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પણ રજુ કરી હતી. તે પૈકી એક પણ માંગણી ઉકેલાઈ નથી.ર૦રર ની ચુંટણી પૂર્વે આંદોલન બાદ થયેલ સમાધાન મુજબ વચનો આપવામાં આવેલ હતા. જેવા કે :-(1) નવા ફ્રેશ સારી કવોલીટીનાં મોબાઈલ આપવા (2) વર્કરમાંથી સુપરવાઈઝરમાં પ્રમોશનની ૪૫ વર્ષની વય મર્યાદા દુર કરવી. (3) નિવૃીત વય મર્યાદા ૬૦ કરવી (4) વર્કરના વેતનનાં ૭૫ % હેલ્પરને વેતન આપવા. (5) આઈ.સી.ડી.એસ. સિવાયની અન્ય વધારાની કામગીરી ન સોંપવી (6) આંગણવાડી વર્કરોની પ્રો. ફંડ, ઈ.એસ.આઈ., તથા પેન્શન યોજનાનો લાભ આપો. (7) આંગણવાડી વર્કરોને ભર પગારી રજા તથા માંદગીની રજામાં વધારો કરવા સહીતની રજુઆતો કરાઈ હતી જે વચનો પુરા કરાયેલ નથી.સતત રજુઆતો કરાયેલ છતાં આપના ધ્વારા સંગઠન સાથે બેઠક યોજવામાં આવેલ નથી. જેથી ૧૦ જુલાઈ ૨૦૨૪ નાં રોજ રાષ્ટ્રવ્યાપી માંગ દિવસ ધ્વારા તમને વિનંતિ કરીએ છીએ કે અમારી આ પડતર માંગણીનો ઉકેલ લાવવામાં આવે. તથા અધિકારી તથા મંત્રી કક્ષની બેઠક યોજવામાં આવે તેવી વિનંતિ છે. ગુજરાતના તમામ જીલ્લામાં આ કાર્યક્રમ યોજી આપને રજુઆત કરીએ છીએ.તાત્કાલીક ખાસ ધ્યાન આપી ત્વરીત ઉકેલ લાવવા - (1) તમામ જીલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોનાં મકાનભાડા, મસાલાના બીલો, ગેસના બાટલાના પૈસા, કન્ટીજન્સી, ફલેકસી ફંડ, વિગેરેનાં ચુકવણા સમયસમર નિયમિત કરવામાં આવતા નથી અને તે બાબતે મોટો ભ્રષ્ટાચાર ચાલે છે. તેના માટે ચોકકસ વ્યવસ્થા ફોલોઅપ મોનીટરીંગ સાથેની ગોઠવવામાં આવે (2) સરકાર તમામ કામ ડીઝીટલ કરાવે છે. પરંતુ સરકારે આપેલ મોબાઈલ બંધ છે. બહેનો સરકારની આબરૂ બચાવવા પોતાના અંગત મોબાઈલ થી કામ કરતી હોવા છતાં મોટા ભાગનાં જીલ્લાઓમાં મોબાઈલ ઈન્સેન્ટીવના બીલો ચુકવવામાં આવ્યા નથી. અમદાવાદ- નવસારી, નાં વર્કરોને ચુકવાણા થયા પરંતુ હેલ્પરોને ચુકવાણા નથી. બીજા જીલ્લાઓમાં બીલકુલ ચુકવણું થયેલ નથી.ગ્રાન્ટ નથી તેમ જણાવવામાં આવે છે. (3) દાહોદ જીલ્લામાં પોષણ સુધાનાં બીલો ચુકવાતા નથી. ઓડીટના નામે ધમકાવીને બેફામ લુંટ ચલાવી વર્કર પાસે પૈસા લેવામાં આવે છે. (4) સુપ્રીમ કોર્ટનો હુકમ અને જીલ્લાઓમાં લેબર કોર્ટનો હુકમ થયેલ ગ્રેચ્યુઈટીનાં કેસોમાં ગ્રેચ્યુઈટીની રકમ ચુકવવામાં આવી નથી.(5) બાળકોના પોષણક્ષમ આહાર માટે ખરીદવામાં આવતા મસાલા, ગોળ, શાકભાજી, ચણા, દાળ, વિગેરેનાં જુના ભાવ પોસાતા ન હોઈ- બજાર ભાવ પ્રમાણે બીલ ચુકવણા કરવામાં આવે. (6) દિવાળી બોનસ આપવામાં આવે. (7) વર્ષ २०२२ નાં સમાધાન સમયે વચન અપાયેલ હતું તે – રોજીંદી કામગીરી માટે સારી કવોલીટીનાં તથા ટોચની કંપનીનાં નવા મોબાઈલ અથવા તેથી રકમ વર્કરના ખાતામાં જમા કરાવવામાં આવે. (8) યુનિફોર્મ અપાયા પરંતુ બ્લાઉઝની સિલાઈ હજુ સુધી આપવામાં આવેલ નથી તે રૂા.૭૫/- અપાતા હતા તેમાં વધારો કરી રૂા. ૩૦૦/– મુજબ ચાર યુનિફોર્મનાં સિલાઈનાં રૂા. ૧૨૦૦/- લેખે આપવામાં આવે. ઉપરોકત અમારી માંગણીઓ ઉપર તાત્કાલીક ધ્યાન આપી વહેલી તકે ઉકેલ લાવવા મામલતદાર લીલીયા ને આવેદન પાઠવેલ છે તેમ ઇમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.