સજઁક પદ્મશ્રી પ્રવીણ દરજીના સજઁન વિશે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો.”
મુંબઈ વિદ્યાપીઠ ગુજરાતી વિભાગ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, પ્રેમાનંદ સાહિત્યસભા વડોદરા, મહીસાગર સાહિત્ય સભા લુણાવાડા, અને અનંતરાય રાવળ સ્મારક સમિતિના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ સજઁક પદ્મશ્રી પ્રવીણ દરજીના સજઁન વિશે " સજઁનોત્સવ " ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના હીરાલાલ ભગવતી સભાગૃહ, ઉસ્માનપુરા, અમદાવાદ. ખાતે ઉજવવામાં આવેલ હતો.
પ્રથમ બેઠકના અધ્યક્ષ ડૉ. કુમારપાળ દેસાઈ , ઉપસ્થિત ડૉ. અશ્વિન અદાણી, ડૉ. યશોધર રાવળ, ડૉ. અક્ષય દોશી, ડૉ. પ્રફુલ્લ રાવળ, ડો. નિતા ભગત તેમજ અનેક સાહિત્ય સજઁકો , તે વિદ્વાનો ઉપસ્થિત રહેલ હતા.
ડો. કુમારપાળ દેસાઈ અને ઉપરોક્ત સાહિત્ય સજઁકોએ ડૉ. પ્રવીણ દરજીની સાહિત્ય સજઁક તરીકે તેમના કાવ્ય સજઁન, વિવેચક, સંશોધક, અનુવાદક તરીકેની સુંદર છણાવટ કરવામાં આવી હતી.
આ કાયૅકમ માં ઉપસ્થિત વિવેચિકા ડૉ. નીતા ભગત, તેમજ ડૉ. મનાલી જોશી, ડૉ.ઉર્વશી પંડ્યાએ દ્રષ્ટાંતો સાથે ચર્ચા કરી હતી. અને
તેમનાં અન્ય સજઁન કાયોઁના મહત્વનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ.
પ્રવીણ દરજીએ તેમની સાહિત્ય સફરમાં અનેક સુવણઁ ચંદ્રકો, ઘણા પ્રતિષ્ઠીત એવોર્ડ, સન્માન મેળવેલ છે. વળી તેમણે અન્ય ક્ષેત્રમાં પણ પ્રસંશનિય કાર્યો કરેલ છે.
ભારત સરકાર એ તેમને પદ્મશ્રીનો એવોર્ડ અર્પણ કરેલ છે. ગુજરાતી માતૃભાષાના સંવધઁન માટે સતત કાર્યરત હોઈ ગુજરાત સમાચારના
" ક્ષણ-ક્ષણાધઁ " કોલમના લેખકે સવાસોથી વધુ પુસ્તકોનું સજઁન કરેલ છે.
આ કાયઁક્રમ આગામી પેઢી માટે પથદશઁક બનશે. આ કાયઁક્રમને યશસ્વી બનાવવામાં ડૉ. કુમારપાળ દેસાઈ અને વિશ્વકોશ ટ્રસ્ટની ટીમે સરાહનીય કામગીરી કરેલ.. પરિસંવાદને એક પવઁ બનાવી દીધાનું પોતાના પ્રતિભાવમાં પ્રવીણ દરજીએ જણાવેલ હતું.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.