લૂંટો ભાઈ લૂંટો નકલી જંતુ નાશક દવા બનાવતી ફેકટરી માજી કૃષિ મંત્રીની જમીન માં ચાલતી હતી આરોપી ઓને બચાવવા મોટો આર્થિક લાભ મેળવી આરોપી ઓને જાત જમીન આપી દેવાયા
લૂંટો ભાઈ લૂંટો નકલી જંતુ નાશક દવા બનાવતી ફેકટરી માજી કૃષિ મંત્રીની જમીન માં ચાલતી હતી
આરોપી ઓને બચાવવા મોટો આર્થિક લાભ મેળવી આરોપી ઓને જાત જમીન આપી દેવાયા
નકલી જંતુ નાશક દવા ની ફેકટરી માજી કૃષિમંત્રી પરિવાર ની ખેતી ની જમીન માં બિનખેતી વગર ઇન્ડસ્ટ્રીઝ ઉપીયીગ કેમ ?
કૌભાંડ ના મુખ્ય સૂત્રધાર ને તુરંત જાત જમીન ઉપર મુક્ત રિમાન્ડ કે તપાસ નહિ
નકલી જંતુ નાશક દવા બનાવતી ફેકટરી સામે
ઉત્પાદક પુથકરણ પ્રક્રિયા લાયસન્સ સર્ટીફિકેશન ટેગ કોવિલિટી કન્ટ્રોલ વેચાણ નિયમન જેવી કોઈપણ તપાસ પોલીસે કેમ ન કરી ?
મોટા ગજા ના નેતા ની ખેતી ની જમીન માં નકલી જંતુ નાશક દવા ફેકટરી માં ભીનું સંકેલતી પોલીસ સામે અનેક સવાલ
ખેડૂતો ની આવક બમણી કરવાની વાતો કરનારા નેતા ઓ ખેડૂત સાથે છેતરપિંડી કરનાર સામે ચૂપ કેમ ?
અમરેલી આર ટી આઈ એક્ટિવિસ્ટ સુખડીયા દ્વારા નકલી જંતુ નાશક ફેકટરી ને લઈ રાજ્ય પોલીસ વડા ને ફરિયાદ પોલીસ મહાનિર્દેશક શ્રી ગાંધીનગર ને ઉદેશી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન રૂરલ હદ વિસ્તારમાંથી પકડાયેલ નકલી જતુંનાશક દવાની ફેક્ટરીની તપાસ પ્રમાણીક ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવા માંગ
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન રૂરલ હદ વિસ્તારમાંથી અમરેલી પોલીસ દ્વારા નકલી જતુંનાશક દવાની ફેક્ટરી થોડા દિવસ પહેલા પકડવામાં આવેલ જેમાં હજારો લીટર નકલી જતુંનાશક દવા.કેમીકલસ.કેરબા અને પેકિંગ મશીન સાથે અમરેલી બાયપાસ રોડ ઉપરથી પડસાલા ગેસ એજન્સી ની સામે સાઈડમાં આવેલ બાંધકામ કરવામાં આવેલ શેડમાથી અલ્કેશ ભાનુભાઈ ચોડવડીયા રે અમરેલી મન સિટી વાળા ને પકડવામાં આવેલ અને એમને ગણતરીના કલાકોમાં જાત જામીન ઉપર મુકત કરી દિધેલ અને અમરેલી પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા ને બચાવવા જિલ્લા પોલીસ વડા ના આશીર્વાદ અને આર્થિક ફાયદો અને રાજકીય નેતાને બચાવવા માટે આવી નકલી જતુંનાશક દવાની ફેક્ટરી નાખી ખેડૂતો ને છેતરપિંડી કરી અને આ ગુજરાત ના કાળી મજૂરી કરી રોટલો રળતા ખેડૂતો સાથે ઈરાદા પૂર્વક ખિલવાડ કરનાર એવા તત્વો સામે ક્યાં કેટલો જથ્થો પધરાવ્યો કેમિકલ્સ ઝેરી ક્યાંથી આવ્યું તેની તપાસ કરવામાં આવી નહી અને આટલું મોટું કોભાંડ તાલુકા પોલીસ સ્ટેશન રૂરલ ના અધિકારી શ્રી સહકાર વગર ચલાવવું શકય જ નથી અને આ ફેક્ટરી જે જગ્યાએ હતી તે જમીન સર્વે ૬૨૧/૨ ૦-૫૫-૮૩ ખાતા નં ૧૫૮૦૮ અને સર્વે નં ૬૨૧/૨-૩ ૦-૫૧૪૩ ના માલિક પુર્વ કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણી અને તેના પુત્ર અતુલ ભાદાણી અને તેના પત્નિ નીતાબેન અતુલ ભાદાણી ના માલીકીની જમીન પર આ નકલી જતુંનાશક દવાની ફેક્ટરી એકાદ બે વર્ષથી ચાલતી હોવાનું ફલિત થયું હોય જેથી આ નકલી જતુંનાશક દવાની ફેક્ટરી નાખી કરોડોનો કારોબાર ખેડૂતો સાથે ખીલવાડ છેતરપિંડી કરવામાં આવી છે અને આરોપી અલ્કેશ ભાનુભાઈ ચોડવડીયા રે અમરેલી મન સિટી વાળા અતુલ બેચરભાઈ ભાદાણી ના સગા સાળા હોય જેથી પોલીસે રાજકીય અને આર્થિક ફાયદો લય આરોપી ના રિમાન્ડ કે આવું હજારો લીટર ઝેરી કેમિકલ્સ અને વિતરણ કરવામાં આવેલ માલ કેટલીક જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યું એની તપાસ કરવામાં આવી નથી જે બાબત અત્યંત ગંભીર છે તો આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા સામે નિર્લિપ્ત રાય સાહેબ શ્રી જેવાં પ્રમાણીક ઉચ્ચ પોલીસ અધિકારીની દેખરેખ હેઠળ આ બનાવની તપાસ કરી કરાવી તમામ જવાબદારો સામે પગલાં ભરવા અમારી ખેડૂતો વતી માંગ સાથે ૨૨/૭/૨૦૨૪ ના રોજ ગૌતમ પરમાર રેન્જ આઇજી ભાવનગર ધારાસભ્ય અને ઉપ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા કલેકટર શ્રી અમરેલી. હિરેનભાઈ હિરપરા ભાજપ કિસાન મોરચા મહામંત્રી સહિત ને લેખિત ફરિયાદ કરાય છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.