એઆરટીઓ કચેરી લુણાવાડા ખાતે અરજદારોને શેરી નાટક દ્વારા રોડ સેફ્ટી વિશે સમજ આપી પેમ્પલેટ વિતરણ કર્યું
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ સુધી યોજનાર છે જેમાં આરટીઓ તથા પોલીસ દ્વારા વિવિધ અવેરનેસ કાર્યક્રમ જેવા કે શાળા કોલેજોમાં સેમિનાર, ચિત્ર સ્પર્ધા, રોડ સેફટી સ્લોગન સાથે પતંગ વિતરણ તથા વિવિધ તાલુકાઓમાં રોડ સેફ્ટી ડ્રાઇવ, ભારે વાહનોમાં રેડિયમ રેડિયમ રિફ્લેકટર, શેરી નાટકો રોડ, રોડ સેફટી પેમ્પ્લેટ વિતરણ, એન્જિનિયરિંગમાં જરૂરી સુધારાઓ જેવા પ્રોગ્રામ કરવામાં આવનાર છે.
જે અંતર્ગત આજ રોજ એઆરટીઓ મહિસાગર દ્વારા એઆરટીઓ કચેરી લુણાવાડા ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ, લાયસન્સ તથા વાહનોના કામ માટે આવેલા અરજદારોને શેરી નાટકના અનોખા રમુજી અંદાજમાં રોડ સેફ્ટી વિશે સમજ આપી અને રોડ સેફ્ટી પેમ્પલેટ વિતરણ કર્યું
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
