વિસાવદર નગર પાલિકા મા થયેલ ભસ્ટાચાર મુદે જુનાગઢના કલેકટરે ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કાયૅવાહી ન કરાતાં વિસાવદર ના યુવાન દ્વારા આંદોલનના ભણકારા
જુનાગઢના કલેકટરે ભ્રષ્ટાચારીઓ વિરૂદ્ધ કાયૅવાહી ન કરાતાં આંદોલનના ભણકારા
આજરોજ વિવિધ ક્ષેત્રે ભ્રષ્ટાચારોની સાબિતી સાથે પ્રજાના પૈસા ખાઈ જનારા લોકોની ઉંઘ હરામ કરનારા યુવા મૌલિક રીબડીયા ભારે લાલઘૂમ થયેલ છે.પ્રજાતંત્રને દાગ લગાડનારો સામે વહીવટી તંત્ર કેમ ચૂપ રહીને છાવરે છે.તેના સંદભૅમા વિસાવદરના મામલતદાર સાહેબ તથા ચીફ ઓફીસર વિસાવદરને અનુલક્ષીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવા અંગેની લેખીત જાણ કરવામાં આવેલ છે અરજદાર મૌલિક રીબડીયાએ વિવિધ કચેરીઓમાં તારીખ - ૦૧/૦૫/૨૦૨૩ ના રોજ ભ્રષ્ટાચાર સંદર્ભે તપાસ કરવા અને જવાબદાર ભ્રષ્ટચારીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે કલેકટર સાહેબશ્રી જુનાગઢ ને ફરીયાદ અરજી આપેલ જે અન્વયે કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી
અને આરોપીઓને બચાવી લેવાનો પ્રયાસ થયેલ છે. જેથી વિઝલિયન્સ તપાસ આપવા અને જવાબદાર સામે વિવિધ કામોની સંપૂર્ણ તપાસ કરી કરેલ ભ્રષ્ટાચાર બદલ જવાબદારી ફિક્સ કરી ફોજદારી ખાતાકીય તપાસ કરવાની માંગણી નહી સ્વીકારતા દિન – ૧૦ માં ઉપવાસ કરવા માગતા હોય જેથી લાગુ પડતી કચેરીને જાણ કરેલ છે. અને જરૂરી વ્યવસ્થા કરવા આ લેખિત જાણ કરવામાં આવેલ છે
રિપોર્ટ મુકેશ રીબડીયા
હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.