પશુ માટે ચારો પાડવા ઝાડ પર ચડેલ વ્યક્તિને વિજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું. - At This Time

પશુ માટે ચારો પાડવા ઝાડ પર ચડેલ વ્યક્તિને વિજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું.


જંબુસરના મહેશભાઈ અરવિંદભાઈ વાઘેલા જેઓ પોતાના પશુ માટે ચારો પાડવા સેન્ટર પ્લાઝા હોટલ નજીક આવેલ ભરૂચની ચા ની લારી સામે આવેલ ઝાડ પર ચડ્યો હતો. મહેશ વાઘેલા પશુ માટે ચારો પાડતા હતા. તે સમય દરમિયાન ઝાડનુ ડાળખું ઈલેક્ટ્રીક વાયર સાથે આવી જતા એકાએક કરંટ લાગ્યો હતો.મહેશભાઈ વાઘેલા ને ભારે કરંટ લાગતા તેમનું ઝાડ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા શોપિંગ સેન્ટર પાસે લોકટોળા એકત્ર થયા હતા. સદર ઘટનાની જાણ જંબુસર પોલીસને થતા જંબુસર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહેશભાઈ વાઘેલાના મરણની જાણ પરિવારજનોને થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.


9510012734
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image