આણંદ શહેરમાં રન ફોર તિરંગા યાત્રામાં નગરજનો ઉમટી પડયા
- સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર દ્વારા આયોજીત- શહેરના વિવિધ વિસ્તારોમાં ફરેલી વિશાળ રેલીમાં વિદ્યાર્થીઓ પણ સામેલ થયાઆણંદ : સમગ્ર દેશમાં આઝાદીના ૭૫મા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા.૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-તિરંગો હર ઘરની શાન બને તે માટે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર દ્વારા આજે રન ફોર તિરંગા રેલીનું આયોજન યુનિ. ખાતેથી કરવામાં આવ્યું હતું.દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવા ટાણે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જાહેર, સરકારી તેમજ ખાનગી સહિતના તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સહિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગાના કાર્યક્રમ અંતર્ગત વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા રન ફોર તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ રન ફોર તિરંગા યાત્રાને આણંદના સાંસદ મિતેશભાઇ પટેલે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં સાંસદ, યુનિ.ના કુલપતિ સહિતના અગ્રણીઓ વિવિધ કોલેજના સ્ટાફ ગણ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ રન ફોર તિરંગા રેલી સરદાર પટેલ યુનિવર્સિટી ખાતેથી નીકળી શહેરના શહિદ ચોક, નલિની ચાર રસ્તા , ભાઈકાકા સ્ટેચ્યુ, ગાયત્રી સર્કલ (બીગ બજાર), ભાઈકાકા સ્ટેચ્યુ, મોટા બજાર, સીવીએમ યુનિવર્સિટી, ભાઈકાકા લાઈબ્રેેરી થઈ પરત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.