બેડી ચોકડી પાસે વહેલી સવારે ડમ્પરના ચાલકે અકસ્માત સર્જતા રીક્ષાનો બુકડો:ભગવતીપરાના વૃદ્ધનું મોત
રાજકોટ,તા.26
બેડી ચોકડી પાસે આજે વહેલી સવારે ગેસ પુરી ઘરે પરત ફરી રહેલા રીક્ષાચાલકને ડમ્પરે ઠોકરે લેતા રીક્ષાનો બુકડો બોલી ગયો હતો અને ડિવાઈડરને પણ નુકશાન થયું હતું.તેમજ ગંભીર રીતે ઘવાયેલા ભગવતીપરાના રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.
બનાવની વિગતો અનુસાર, બેડી ચોકડી પાસે આજે સવારે ડમ્પર ના ચાલકે રિવર્સ લેતા રીક્ષા ને ઠોકરે લીધી હતી જેથી રિક્ષાનો બુકડો બોલી ગયો હતો રીક્ષાના ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતની ઘટના બનતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસ તેમજ 108ના સ્ટાફને જાણ પણ કરવામાં આવી હતી.
બી ડિવિઝન પોલીસે સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.તેમજ રીક્ષા નંબરને આધારે તેમજ સ્થાનિકોની મદદથી તપાસ કરતા મૃતક ભગવતીપરા શેરી.10માં રહેતા
મહમદભાઈ આમદભાઈ ઠેબેપુત્રા(ઉ.વ.60)હોવાનું જણાવ્યું હતું.તેઓના પરિવારને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે,મહમદભાઈ બેડી ચોકડી બાજુ રીક્ષામાં ગેસ પુરાવીને ઘર તરફ આવતા હતા.ત્યાં આવેલી સિગ્નલ પર ઉભા હતા ત્યારે અચાનક એક ડમ્પરે રીવર્સ લેતા અકસ્માત સર્જાયો હતો.
તેઓએ સંતાનમાં એક પુત્ર બે પુત્રી છે.પોતે ચાર ભાઈમાં વચેટ હતા.
તેમજ રીક્ષાનો બુકડો થઈ જતા તેમના મૃતદેહને મહામહેનતે બહાર કાઢ્યો હતો.તેમજ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મૃતકના પરિવારની ફરિયાદ પરથી ડમ્પરના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરાઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.