ડાંસ કોરિયોગ્રાફર નિકુલ રાખોલિયાને મળ્યો ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડ - At This Time

ડાંસ કોરિયોગ્રાફર નિકુલ રાખોલિયાને મળ્યો ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડ


તા.૨૯ જૂનના રોજ અટલ બિહારી વાજપેયી હોલ રાજકોટ ખાતે શિવાજી સેના ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા ગુજરાત ટેલેન્ટ આઇકોનિક એવોર્ડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શિવાજી સેનાના પ્રેસિડેન્ટ વિક્રમભાઈ સોરાણી તેમજ ગુજરાત સાંસ્કૃતિક સેલના પ્રેસિડેન્ટ રાજુભાઈ સાકરીયા તેમજ તેમની ટીમ દ્વારા ગુજરાતના અલગ અલગ કલા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહેલા આર્ટિસ્ટનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, આ શોમાં જસદણ શહેરના નામાંકીત નટરાજ ડાન્સ એકેડેમી ક્લાસ ચલાવતા ડાંસ કોરિયોગ્રાફર એવા નિકુલ રાખોલિયાની પસંદગી થઈ હતી અને કોરીયોગ્રાફર એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.