બોટાદમાં પીજીવીસીએલના વ્યાપક દરોડા વીજચોરો સામે તંત્રની લાલ આંખ ઘર વપરાશના કુલ ૧૩૮૨ વીજ જોડાણો ચેક કરાયા: ૩૦૯ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. ૮૮ લાખનો દંડ ફટકારાયો
(અજય ચૌહાણ)
બોટાદ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેર તેમજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરની સીધી દેખરેખ હેઠળ બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારોમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને વીજચોરી કરતા તત્વોને સબક શીખવવામાં આવે છે. બોટાદ પીજીવીસીસેલ વર્તુળ કચેરી હેઠળ તા.૧૮.૧૧.૨૦૨૪થી તા. ૨૨.૧૧.૨૪ સુધી રોજ વર્તુળ કચેરી બોટાદ જિલ્લામાં જુદી જુદી ડ્રાઈવ અંતર્ગત બરવાળા, રાણપુર, પાળીયાદ, ગઢડા, પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ તેમજ એસઆરપી સાથે રાખીને ઘર વપરાશના કુલ ૧૩૮૨ વીજ જોડાણો ચેક કરાયા હતા. જેમાં ૩૦૯ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. ૮૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાણીજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક હેતુના કુલ ૧૦ વીજ જોડાણો ચેક કરાયા હતા, જેમાં ૧ વીજ જોડાણમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. ૦.૫ લાખનો દંડ ફટકારાયો હતો. આમ, વીજ ચેકિંગ ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ ૧૩૯૨ જેટલા વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. તેમાંથી, કુલ ૩૧૦ જેટલા વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૮૦.૫0 લાખની વીજચોરીનાં દંડ ફટકાર્યો છે. અધિક્ષક ઇજનેર દ્વારા બોટાદ જિલ્લાના પ્રજાજનોને વીજ ચોરી ન કરી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે.
00
આ પ્રકારના તમામ સમાચાર માટેે
