આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર, શિવાલયોમાં ભક્તો ઉમટશે
ભુજ,રવિવાર૫વિત્ર શ્રાવણ મહિનાનો આવતીકાલે છેલ્લો સોમવાર છે. આવતીકાલે કચ્છના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટશે. આખા શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તોએ ભોળાનાથ શંભુની પૂજા-અર્ચના કરી હતી.આ વર્ષે કોરોનાનો કહેર નહિંવત હોવાથી આખા માસ દરમિયાન ભક્તો ભગવાન ભોળાનાથની પુજા કરી શકયા હતા. હવે આવતીકાલે શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે છેલ્લા સોમવારે શિવલિંગ ઉપર દુાધ સહિતનો અભિષેક કરવામાં આવશે. બિલિપત્ર સહિતના પુષ્પ પણ અર્પણ કરાશે. શિવાલયોમાં સમગ્ર મહિના દરમિયાન અને ખાસ કરીને દર સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી હોય છે. ત્યારે, આવતીકાલે છેલ્લા સોમવારે કચ્છના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના શિવાલયોમાં શિવલિંગને વિવિાધ શણગાર કરાશે. શિવમંદિરોને પણ શણગાર કરાશે. ભક્તો દુાધ અને બિલિપત્ર સહિતના દ્રવ્યોથી શિવલિંગને અભિષેક કરીને મહાદેવને રીઝવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.