આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી:મથુરામાં બ્રહ્મમુહૂર્તમાં મંગળા આરતી યોજાઈ; દ્વારકામાં રાત્રીના 2.30 વાગ્યા સુધી દ્વારકાધીશના દ્વાર ખુલ્લા રહેશે
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ઉત્તર પ્રદેશના મથુરાથી લઈને ગુજરાતના દ્વારકા સુધીના મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. મંગળા આરતી સાથે ભગવાન કૃષ્ણની જન્મજયંતિના કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. દ્વાપર યુગમાં ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા હતા. દ્વાપર યુગની જેમ આ વર્ષે પણ નક્ષત્રોની રચના થઈ રહી છે. શ્રીકૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે. મંદિરોની વાત કરીએ તો ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરા-વૃંદાવન સિવાય દેશભરના મુખ્ય કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાત્રે 12 વાગે મથુરાના જન્મભૂમિ બિરલા મંદિરમાં બાલકૃષ્ણનો પંચામૃત અભિષેક થશે. સાથે જ ગુજરાતના દ્વારકાધીશ મંદિરના દ્વાર આજે રાત્રે 2.30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સમગ્ર દેશમાં જન્માષ્ટમીના સમાચાર વાંચો નીચેના બ્લોગમાં...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.