બજેટ સત્ર, મહાકુંભમા નાસભાગ મામલે વિપક્ષનો હોબાળો:મૃત્યુઆંક જાહેર કરવાની માંગ; સ્પીકરે કહ્યું- પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ વિષય પર ચર્ચા ન કરો
સોમવારે સંસદના બજેટ સત્રનો ત્રીજો દિવસ છે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષ પર ચર્ચા થવાની હતી, પરંતુ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે મહાકુંભમાં નાસભાગને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષે આ મામલે હોબાળો મચાવ્યો છે. વિપક્ષના સાંસદોએ માંગ કરી હતી કે કુંભમાં મૃત્યુ પામેલા લોકોની યાદી જાહેર કરવામાં આવે. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું- રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં મહાકુંભનો ઉલ્લેખ પણ કર્યો છે. અત્યારે પ્રશ્નકાળ છે, તેથી આ સમયે અન્ય કોઈ વિષય પર ચર્ચા કરી શકાતી નથી. તમારા પ્રશ્નો રજુ કરો. વિપક્ષના સાંસદોએ 'હોશમાં આવો, હોશમાં આવો'ના નારા લગાવવા લાગ્યા. જો કે, લોકસભા અધ્યક્ષે પહેલાથી જ ચેતવણી આપી હતી કે પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ વિષય ઉઠાવવામાં આવશે નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
