TMC સાંસદે કહ્યું- બંગાળમાં બેરોજગારી:મંત્રી મનસુખ માંડવિયાનો જવાબ- વિરોધ કરીને ફેક્ટરી બંધ કરાવી, ને કહો છો રોજગાર નથી
સોમવારે (29 જુલાઈ) સંસદના ચોમાસુ સત્રનો છઠ્ઠો દિવસ છે. સંસદમાં કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ, કોંગ્રેસે IAS કોચિંગ સેન્ટરની ઘટના પર 27 જુલાઈએ લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ મુક્યો છે. કોંગ્રેસના સાંસદ ડો.અમર સિંહે વિદ્યાર્થીઓના મોત માટે જવાબદારીની માંગ કરી છે. કોચિંગ દુર્ઘટના ઉપરાંત આજે બંને ગૃહમાં બજેટ પર ચર્ચા થશે. આ સિવાય નિર્મલા સીતારમણ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર વિનિયોગ બિલ (નંબર 3) રજૂ કરશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.