સંસદ સત્રનો આજે ચોથો દિવસ:સ્પીકરે કહ્યું- ગૃહ દરેકનું છે, દેશ ઇચ્છે છે કે સંસદ ચાલે, વિપક્ષે અદાણી મુદ્દે હોબાળો મચાવ્યો; લોકસભાની કાર્યવાહી સ્થગિત
ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો ચોથો દિવસ છે. સવારે 11 વાગે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો થયો હતો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું- સહમતિ-અસંમતિ લોકશાહીની તાકાત છે. મને આશા છે કે તમામ સભ્યો ગૃહને કામ કરવા દેશે. દેશની જનતા સંસદ અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે. ગૃહ દરેકનું છે, દેશ ઇચ્છે છે કે સંસદ ચાલે. કોંગ્રેસે આજે ફરી અદાણી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. આ મુદ્દે વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યસભા સોમવાર (2 ડિસેમ્બર) સુધી સ્થગિત કરવામાં આવી હતી. ગુરુવારે પણ વિપક્ષે આ જ મુદ્દે બંને ગૃહોમાં હોબાળો કર્યો હતો અને 'દેશને લૂંટવાનું બંધ કરો'ના નારા પણ લગાવ્યા હતા. રાહુલે બુધવારે સંસદની બહાર કહ્યું હતું કે અદાણી પર અમેરિકામાં 2 હજાર કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ છે. તેમને જેલમાં ધકેલવા જોઈએ. મોદી સરકાર તેમને બચાવી રહી છે. પ્રિયંકા ગાંધી ગુરુવારે પહેલીવાર લોકસભા પહોંચ્યા હતા. તેમણે સાંસદ તરીકે શપથ લીધા. તેમની સાથે તેમની માતા સોનિયા અને રાહુલ ગાંધી પણ સંસદ પહોંચ્યા હતા. પ્રિયંકાએ વાયનાડ સીટથી પેટાચૂંટણી જીતી છે. પ્રિયંકાની સાથે નાંદેડથી પેટાચૂંટણી જીતનાર રવિન્દ્ર ચૌહાણે પણ શપથ લીધા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.