માળીયા હાટીના શહેર કે તાલુકા માં આગ લાગે તો ફાયર ફાઇટર 30 થી 35 કિમી દૂરથી બોલાવવું પડે ! - At This Time

માળીયા હાટીના શહેર કે તાલુકા માં આગ લાગે તો ફાયર ફાઇટર 30 થી 35 કિમી દૂરથી બોલાવવું પડે !


માળીયા હાટીના શહેર કે તાલુકા માં આગ લાગે તો ફાયર ફાઇટર 30 થી 35 કિમી દૂરથી બોલાવવું પડે, 68 ગાંમોના તાલુકા વચ્ચે માત્ર એક ચોરવાડ નગર પાલિકા ખાતે ફાયર સ્ટેશન, તાલુકાની પ્રજા દ્વારા માળિયા ખાતે તાત્કાલિક સુવિધા ઊભી કરવા ઉગ્ર માંગ

માળિયા હાટીના 68 ગામનો તાલુકો છતાં એક પણ ફાઈયર ફાઇટર ની ગાડી નહિ રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ અહીંનું તંત્ર જાગશે કે પછી ઉઘતું જ રહેશે? આગ લાગે તો ભૂગર્ભ ગટરના વાહનોનો થતો ઉપયોગ માળીયા હાટીના શહેરમાં કે તાલુકા માં ક્યાંય પણ આગ લાગે તો અન્ય કેશોદ નગર પાલિકા કે ચોરવાડ નગરપાલિકા ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવી પડે છે અને તેની મદદ લેવી પડે છે ત્યારે માળીયા હાટીના માં ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી જાનહાની અને માલહાની સર્જી શકે છે. સાંસદ , ધારાસભ્ય, મામલદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી એ તાત્કાલિક સરકાર માં રજુઆત કરી ફાયર ફાઇટર ગાડી ની માંગણી કરવી જોઇએ
ભૂતકાળમાં એક કોલ ના યુનિટ અને ફર્નિચર ગોડાઉન સહિત આગ લાગી ત્યારે કેશોદ અને ચોરવાડ મદદ લેવી પડી હતી જ્યારે માળિયા હા તાલુકામાં રિઝર્વ ફાયરસ્તની ઘાશની વિડીઓ પણ આવેલ હોય જેમાં દવ લાગવાની શક્યતાઓ રહેતી હોય છે ત્યારે તંત્ર માળિયા હાટીના ને પણ ઉપરોક્ત ફાયર ની સુવિધા ઊભી કરે તેવી ઉગ્ર લોક માંગ ઉઠી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.