ગુજરાતમાં પ્રથમ વખત જમીનવિહોણા પશુપાલક વીમા યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં સહાય આપવામાં આવી - At This Time

ગુજરાતમાં પ્રથમ વખત જમીનવિહોણા પશુપાલક વીમા યોજના અંતર્ગત મહીસાગર જિલ્લામાં સહાય આપવામાં આવી


સંતરામપુર નાળ ફળિયા ખાતે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ મૃતક કિરણભાઈ મછારના પરિવારજનને પશુપાલક વીમા યોજના અંતર્ગત ૨ લાખની સહાય આપવામાં આવી

રાજ્ય સરકાર અનેક યોજનાઓ દ્વારા પશુપાલકોના આર્થિક અને સામાજિક ઉત્થાનના કાર્ય કરતી રહે છે

આપના દેશના મોટા ભાગના લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે ત્યારે ગુજરાત રાજ્ય પણ આ શ્વેત ક્રાંતિમાં પોતાનો ખુબજ મહત્વનો ફાળો ભજવી રહ્યું છે. રાજ્ય સરકાર અનેક યોજનાઓ દ્વારા પશુપાલકોના આર્થિક અને સામાજિક ઉત્થાનના કાર્ય કરતી રહે છે. સરકારશ્રી દ્વારા પશુપાલકો માટે અનેક યોજનાઓ અમલી છે જેનાથી તેઓ પશુપાલન ક્ષેત્રે પ્રગતિ કરી શકે અને વિકસિત ભારતમાં પોતાનો અગત્યનો ફાળો નોંધાવી શકે.

સરકારશ્રી દ્વારા વર્ષ: ૨૦૨૪-૨૫ માં જમીનવિહોણા પશુપાલકો માટે પશુપાલક અકસ્માત વીમા યોજના લોન્ચ કરવામાં આવી જેનાથી જમીનવિહોણા પશુપાલકોને અકસ્માતના કિસ્સામાં સરકાર દ્વારા પરિવારજનોને ૨ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. જમીનવિહોણા પશુપાલક અકસ્માત વીમા યોજના અંતર્ગત ગુજરાતમાં પ્રથમ વખત મહીસાગર જિલ્લાના સંતરામપુર નાળ ફળિયાના કિરણભાઈ મછારનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના પરિવારજનને આ યોજના હેઠળ ૨ લાખની સહાય આપવામાં આવી હતી.

મહીસાગર જિલ્લાના સંતરામપુર નાળ ફળિયા ખાતે વસવાટ કરતાં જયંતીભાઈ મછાર જણાવે છે કે, હું અને મારો પરિવાર વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છીએ. પશુપાલન થકી હું મારા પરિવારનું ભરણપોષણ કરું છું. એક દિવસ મારો પુત્ર કિરણભાઈ મછાર સાંજે દૂધની ડેરી દૂધ ભરવા ગયો ત્યાં તેનું એક્સિડન્ટ થયું ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો અને બે દિવસ બાદ મારા પુત્રનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ મને આજુબાજુથી પશુપાલક અકસ્માત વિમા યોજનાની માહિતી મળતા પશુપાલન વિભાગની મુલાકાત લઈ વીમા યોજના વિશે માહિતી મેળવી અરજી કરી હતી. અરજી કર્યા બાદ એક મહિનાની અંદર પશુપાલક અકસ્માત વીમા યોજના અંતર્ગત મારા ખાતામાં ૨ લાખ રૂપિયા જમા થય ગયા હતા. જેથી મને આ યોજના અંતર્ગત લાભ આપવા બદલ હું સરકારનો ખૂબ આભાર માનું છું.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image